તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલ્ડ બોન્ડ:રાજ્યમાં આણંદ જિલ્લો સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં સુરત, અમદાવાદ બાદ ત્રીજા સ્થાને

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં દર માસે ગોલ્ડ બોન્ડ યોજનામાં સરેરાશ 1.8 કરોડથી વધુ રોકાણ

કેન્દ્ર સરકાર ભારતીય ટપાલ વિભાગ દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના ચાર વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ચાર માસથી આણંદ મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ગોલ્ડ બોન્ડમાં રોકાણકારો દ્વારા પ્રતિમાસ સરેરાશ 1.8 કરોડ જેટલું રોકાણ થઇ રહ્યું છે. ગત એપ્રિલ માસથી અત્યાર સુધીમાં સુરત અને અમદાવાદને બાદ કરતાં આણંદ જિલ્લામાં સૌથી વધુ ગોલ્ડ બોન્ડમાં રોકાણ થઇ રહ્યું છે. આમ રાજયમાં આણંદ મુખ્ય પોસ્ટ ઓફિસ ગોલ્ડ બોન્ડમાં 1.7 કરોડના રોકાણ સાથે ત્રીજા સ્થાને રહી છે.

આણંદ મુખ્ય પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ ટી.એન. મલેકે જણાવ્યું હતું કે, જુલાઇ માસમાં આણંદ પોસ્ટ ઓફિસ દ્વારા 2.30 કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કરીને 1.07 કરોડની આવક મેળવીને રાજયમાં ત્રીજા સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે બહેનો માટે વીમા કવચ યોજનાનો પ્રારંભ કરાયો છે. ચાલુ માસે 9 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ દરમિયાન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે. દર માસે સરેરાશ 72 વ્યકિત દ્વારા રોકાણ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં ટી.એન.મલેકે જણાવ્યું હતું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના ગ્રાહકો માટે ફાયદા કારક છે.તેઓ 1 ગ્રામ થી લઇને 4 કિલોના સોના બોન્ડ વ્યકિત લઇ શકે છે.જયારે સંસ્થાઓ 20 કિલો સોનાબોન્ડ સુધીનું રોકાણ કરી શકે છે. જેમાં 8 વર્ષ પછી રોકાણ કરેલા નાંણાથી બમણા નાંણા મળે છે તેમજ દરવર્ષે 2.50 ટકા વ્યાજ અલગથી મળે છે.

અન્ય સમાચારો પણ છે...