વિશ્વાસથી વિકાસયાત્રા:આણંદ જિલ્લામાં રૂા. 28.17 કરોડથી વધુ રકમના વિવિધ 683 વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયના નાગરિકોને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના વિકાસ કાર્યો થકી જનસુખાકારીમાં વધારો થાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે – નિમિષાબેન સુથાર

રાજયના આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારે આણંદ ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ હેઠળ નિર્માણ પામેલ અને નિર્માણ પામનાર રૂા.17 કરોડથી વધુ રકમના વિવિધ 683 વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી આણંદ જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ ધરી હતી.

નિમિષાબેન સુથારે શહેરોમાં જે પ્રકારની સુવિધાઓ મળે છે તેવી જ સુવિધાઓ ગામડાઓને મળી રહે તે માટે સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના સીધેસીધા લાભો તેમના હાથોહાથ પહોંચાડીને સરકારે તેના પારદર્શક વહીવટની જનતા જનાર્દનને પ્રતિતિ કરાવી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં બે દાયકા ઉપરાંતથી અવિરત ચાલી આવતી રાજયની સરકાર ઉપર મૂકવામાં આવેલ વિશ્વાસનું વળતર વિકાસથી આપવામાં આવતાં સરકારને જનતા જનાર્દનનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું હતું.

આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે જે વિકાસકામોનું ઇ.લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં રૂા.10.78 કરોડના 117 કામોનું ઇ-લોકાર્પણ અને રૂા.17.39 કરોડના 566 વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. જેમાં આરોગ્ય, કૃષિ, રોડ-રસ્તા, બ્લોક પેવીંગ, સી.સી.રોડ, પાણી-પુરવઠા, શિક્ષણ, પંચાયતના મહેસુલ વિભાગ, ગટરના, ગંદા પાણી નિકાલ, સામાન્ય વહિવટ વિભાગના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળના જેવા વિવિધ વિભાગોના કામોને આવરી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત તેઓએ ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં અનેક જનહિતલક્ષી કાર્યો દ્વારા બે દાયકાઓમાં પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોમન્સનાં રહ્યાં હોવાનું ઉમેરી આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ બનાવવામાં આવેલ વિવિધ આરોગ્ય સેવાઓની ઝાંખી કરાવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતને વિશ્વમાં શકિતશાળી રાષ્ટ્ર તરીકે ઉજાગર કરવાની વડાપ્રધાનની પ્રતિબધ્ધતામાં જનતા જનાર્દનને ફાળો ખૂબ જ મોટો રહ્યો છે ત્યારે આવનારા સમયમાં પણ જનતા જનાર્દનનો આવો ને આવો જ ફાળો મળી રહેશે તેવી આશા વ્યકત કરી ભારતને વિશ્વમાં શકિતશાળી રાષ્ટ્ર અને વિશ્વ ગુરૂ બનાવવાના કાર્યમાં જન-જનને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

સાંસદ મિતેષભાઇ પટેલએ છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળમાં ગુજરાતે અદ્દભૂત અને અવિશ્વસનિય વિકાસ કર્યો હોવાનું જણાવી ગુજરાતને સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં મૂકયું હોવાનું કહ્યું હતું. વિશ્વના વિકસિત દેશો કોવિડ જેવી મહામારીમાં આર્થિક રીતે પાછળ પડી રહ્યા હતા ત્યારે એક માત્ર ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વના કારણે આર્થિક રીતે આગળ આવ્યો હોવાનું જણાવી પાણી-પુરવઠા, ગટર, રોડ-રસ્તા, આરોગ્ય હોય કે પછી અન્ય કોઇ યોજનાઓ હોઇ સરકારની તમામ યોજનાઓનો લાભો અંત્યોદયથી માંડી ગરીબ-મધ્યમવર્ગ સુધી પહોંચાડીને આણંદ જિલ્લો વિકાસમાં શિરમોર જિલ્લો બન્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના અન્ય રેલ્વે સ્ટેશનોથી સાથે આણંદના રેલ્વે સ્ટેશને વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવવામાં આવનાર હોવાની જાણકારી આપી હતી.

આ પ્રસંગે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નિમણૂંક પામેલા કર્મયોગીઓને રાજયમંત્રી નિમિષાબેન સુથાર તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો તથા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મા ના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતા.તેમજ ડિસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન દ્વારા રૂા. 37 લાખના ખર્ચે સાધન-સામગ્રી સહિતની એમ્બ્યુલન્સ વાન વાસદ સામુહિક આરોગ્યને આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવી લોકાર્પણ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવી, અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર ,ઉપપ્રમુખ સંજયભાઇ પટેલ, પ્રાંત અધિકારીઓ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપભાઇ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન પરમાર, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...