તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આણંદ જિલ્લાને ઓલમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ પ્રાપ્ત થયો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર પટેલ યુનિવર્સિટી ના સ્વીમીંગ પુલ-સ્પોર્ટ કોમ્પલેક્ષનું લોકાપર્ણ

સરદાર પટેલ યુનિ. સંચાલિત સ્પોર્ટ કોમ્પલેક્સ અને ઓલમ્પિક કક્ષાનો સ્વિમિંગપુલનું રમેશભાઈ ઓઝા અને ગણેશદાસજી મહારાજ અને સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરકારના કૃષિ રાજ્યમંત્રી પુરસોતમ રૂપાલાએ લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું કે ઓલમ્પિક કક્ષાએ જવા માટે હજુ આપણી પાસે ઘણું ઘટે છે. ગ્રામીણ યુવાનો પાસે બધી જ ટેલેન્ટ હોય પણ તક ન હોય તો શું કરવું પણ આજે મનેએ વાતનો સંતોષ છે કે, સરદાર પટેલ યુનિ.ના આ સ્પોર્ટ કોમ્પલેક્ષ અને ઓલમ્પિક કક્ષાનો 25 બાય 50 નો સ્વિમિંગ પુલ ચરોતર ભૂમિના ગ્રામિણ યુવાનોને ટેલેન્ટને તકમાં ફેરવવા આ કોમ્પ્લેક્સ આદર્શ પુરવાર થશે. મંત્રી પરસોતમ રૂપાલાએ યુવાનોના વિદ્યાર્થીના ઉજ્વળ ભવિષ્ય માટે યુનિ.ના. સંકુલમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં દાન કરનાર ઇપ્કો પરિવારના દેવાંગભાઈ પટેલ અને તેઓના ધર્મપત્ની અનિતાબેન ના સેવાકાર્યોની સરાહના કરી હતી. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, કુલપતિ શિરીષ કુલકર્ણી, દાતા દેવાંગભાઈ પટેલ સ્વામી ગણેશદાસજી, સુરેન્દ્રભાઈ પટેલ , કુલ સચિવ જ્યોતિ તિવારી સહિત મોટી સંખ્યામાં સેનેટના સભ્ય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...