તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:આણંદ જીલ્લા પંચાયતનું 20 કરોડ 96 લાખનું પુરાંતલક્ષી બજેટ મંજૂર, રાજીવ ગાંધીની પ્રતિમા ખસેડવા મુદ્દે બબાલ સર્જાઈ

આણંદ2 મહિનો પહેલા
 • નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભામાં સુધારેલું બજેટ રજુ કર્યું
 • ગત સામાન્ય સભાની બહાલી આપવાનું કામ એજન્ડામાં લેવાનું જ ભૂલી ગયા,ડીડીઓ એ માફી માંગી
 • કારોબારી સહિત 8 કમિટીની રચના કરવામા આવી

આણંદ જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા આજે યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ હંસા પરમારે વર્ષ 2021-22 નું રૂ.2096.97 લાખની આવક અને રૂ.1986.79 લાખનું ખર્ચ અને વર્ષના અંતે રૂ.109.48 લાખની પુરાંત દર્શાવતું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે બજેટમાં ગત સામાન્ય સભાના કામકાજને બહાલી આપવાનું કામ એજન્ડામાં સામેલ ન કરાયુ હતુ. જોકે આ મુદ્દે ડીડીઓએ ભૂલ સુધારવા માફી માંગી વાત આટોપવી પડી હતી.

ગત વર્ષે બજેટમાં મહિલા અને બાળ કલ્યાણમાં રૂ.118 લાખની જોગવાઈ હતી

મહત્વનું છે કે જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ હોવા છતાં ગત વર્ષની તુલનાએ મહિલા અને બાળ કલ્યાણનું બજેટમાં રૂ.118 લાખની જોગવાઈ હતી. તે માત્ર રૂ.55 લાખનું કરી રૂ.63 લાખની માતબર રકમનો ઘટાડો કરાયો છે. આણંદ જીલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભામાં આજે પ્રમુખ હંસા પરમારે વર્ષ 2021-22નું બજેટ અને વર્ષ 2020-21 નું સુધારેલું બજેટ રજુ કર્યું હતું.

જિલ્લા પંચાયતના 2021ના બજેટમાં આવકમાં 5 કરોડનો ઘટાડો દર્શાવવામાં આવ્યો

કોરોના વાયરસનો ફેલાવો થયો છે માટે પ્રાથમિક શાળાના બાળકો તથા જીલ્લાના અસરગ્રસ્ત લોકો માટે માસ્ક તથા અન્ય સારવાર માટે રૂ.10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જીલ્લામાં આંગણવાડી મકાનોમાં વીજળી કરણ માટે રૂ. 15 લાખ અને આંગણવાડીમાં ખુટતી ભૌતિક સુવિધાઓ અને પીવાના પાણી માટેની સુવિધા માટે 15 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમજ શાળા પ્રવેશોત્સવ સમયે કન્યાઓને આપવામાં આવતા વિદ્યાર્થીલક્ષી બોન્ડ માટે 180 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના 2021ના બજેટમાં આવકમાં 5 કરોડનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગમાં પણ રૂ. 10 લાખનો ઘટાડો કરવામાં આવ્યો

આ ઉપરાંત સમાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિકાસના કામોમાં રકમ ઘટાડવામાં આવી છે. તેમજ મહિલા અને બાલવિકાસ વિભાગમાં 63 લાખની રકમ બજેટમાં ઘટાડવામાં આવી છે. જે અંગે કોંગ્રેસના સભ્ય અને પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડાએ રજુઆત કરી હતી. તેમજ સભ્યોના મત વિસ્તારની ગ્રાન્ટમાં પણ ઘટાડો કરવામાં આવતા તેમાં વધારો કરવા રજુઆત કરી હતી. આરોગ્ય વિભાગમાં પણ 10 લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં કોરોના મહામારી દરમિયાન આ રકમ ઓછી હોઇ બજેટની રકમમાં વધારો કરવા રજુઆત કરી હતી તેમજ બજેટ 2020-21ની કોપી હોવાનું જણાવ્યું હતું.

રાજીવગાંધીની પ્રતિમા ખસેડવા મુદ્દે બબાલ
જ્યારે જિલ્લા પંચાયતના સભા ગૃહમાં મુકેલ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા સભાગૃહમાંથી ખસેડીને પંચાયતના પ્રવેશદ્વાર પાસે મુકવા માટેનો ઠરાવ કરવામાં આવતા નટવરસિંહ માહિડાએ તેનો વિરોધ કરી એક વાર મુકેલી પ્રતિમા ખસેડવાની રાજકીય કિન્નખોરીની પ્રણાલી શરૂ નહીં કરવા તાકીદ કરી હતી. કોઈ પણ નેતાની પ્રતિમા ખસેડવામાં આવી નથી ત્યારે જો રાજીવ ગાંધીની પ્રતિમા ખસેડવામાં આવશે તો ઉગ્ર આંદોલન અને ધરણાં કાર્યક્રમ કરાશેની ચમકી પણ આપી હતી.

કારોબારી સહિત 8 કમિટીની રચના જાહેર કરાઈ અને ચેરમેન જાહેર કરાયા
આણંદ જિલ્લા પંચાયતની આજે યોજાયેલી પ્રથમ બજેટ બેઠકમાં 8 જેટલી કમિટિઓની રચના કરવામાં આવી છે. કારોબારી કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેનપદે મહેળાવ બેઠક પરથી ચૂંટાયેલા પ્રદિપભાઈ જયંતિભાઈ પટેલની વરણી કરવામાં આવી, બાંધકામ સમિતિમાં બળવંતસિંહ પરમાર અને શિક્ષણ સમિતિમાં પીન્કીબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે.આરોગ્ય સમિતિમાં હેમાબેન મનીષભાઈ પટેલ,ઉત્પાદન અને સહકાર સમિતિ માં લીલાબેન ઠાકોરભાઈ પઢીયાર,સામાજીક ન્યાય સમિતિમાં જ્યોતીન્દ્રભાઈ પુરષોત્તમભાઈ ટંકર,અપીલ સમિતિમાં હંસાબેન રામસિંહ પરમાર,મહિલા બાલ વિકાસ સમિતિ રીટાબેન અશોકભાઈ પટેલ ચેરમેન તરીકે નિમણુંક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો