તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:આણંદ જિલ્લામાં ગત વર્ષના 156 ટકા સામે આ વર્ષે 106 ટકા વરસાદ પડવાની સંભાવના

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે બે સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું 8 દિવસ વહેલું, સરેરાશ થી મધ્યમ વરસાદ રહેશે

આ વર્ષે આણંદ શહેર સહિત જિલ્લામાં સરેરાશ 106 ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. જે ગત વર્ષની સરખામણી કરતાં 50 ટકા ઓછો છે.આમ ચાલુ વર્ષે આણંદ જિલ્લામાં ચોમાસાની સ્થિતી સામાન્ય રહેશે. જો કે,ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને લઈને આ વર્ષે 8 દિવસ પહેલા સત્તાવાર ચોમાસાનું આગમન થશે તેવી સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ હવામાન અધિકારી મનોજ લુંણાગરીયાના જણાવ્યા અનુસાર IMDના રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે આ વર્ષે મહાસાગરનું વાતાવરણ ઠંડુ જ છે.

લા-નીના સીસ્ટમ સર્વોચ્ચ સ્તરે છે.જે ચોમાસાની શરૂઆત સુધીમાં 50 ટકા જેટલા નીચા સ્તરે આવી જશે. તેમ છતાં નોર્મલ ચોમાસા માટે કોઈ નુકશાન કર્તા નહીં હોય. આમ નવા ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે અને અંતિમ ભાગમાં નોર્મલ સ્થિતિ રહેશે. જો કે,આ વખતે પણ ભારતીય ચોમાસા પર લા-નીનાનો પ્રભાવ રહેશે. પરંતુ તેની ચોમાસા પર કોઈ વિપરીત અસર નહીં થાય. આમ ચોમાસાના પ્રારંભે લા-નીનાની સકારાત્મક અસર રહેશે. જેને લઈને સરેરાશ કરતા વધુ કે અત્યધિક વરસાદની શકયતા જણાતી નથી. આમ ચરોતર પંથક સહિત સમગ્ર દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો વર્તારો છે.

12-15મી જૂન દરમિયાન ચોમાસું ઓનસેટ થવાની વકી
હાલ ગુજરાતમાં એક સાથે બે એક્ટિવીટી શરૂ થઈ છે.જેમાં સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રમાં પ્રવેશી ચુક્યું છે.જ્યારે 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આમ સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે.જેથી આણંદ -ખેડા સહિત સમગ્ર પંથકમાં 12 થી 15 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...