પરિણામ:આણંદ જિલ્લાનું 7 વર્ષમાં સૌથી ઉંચુ 84.91 % પરિણામ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કુલ 20 કેન્દ્ર પૈકી સૌથી ઉંચુ અલારસાનું 100 ટકા જ્યારે સૌથી નીચું ઉમરેઠનું 68.67 ટકા પરિણામ
  • 2020 કરતાં 2022માં 13.90 ટકા ઉંચુ પરિણામ : કુલ 9424 વિદ્યાર્થીઓ પૈકી 7944 પાસ, 1480 નાપાસ થયા

આણંદ જિલ્લામાં છેલ્લા 7 વર્ષથી ધો-12 સામાન્ય પ્રવાહના પરિણામ ઉત્તરો ઉતર સુધારો જોવા મળી રહ્યો છે. 2015માં માત્ર 45.09 ટકા પરિણામ હતું જે આજે 84.91 ટકા પરિણામ પહોંચ્યું છે. જયારે 2021માં માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ જોવા મળ્યું હતું.

2020માં છેલ્લે લેવાયેલી સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આણંદ જિલ્લાનું પરિણામ 71.01 ટકા હતા. માત્ર 6 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉર્તિણ થયા હતા.તેની સામે 2022માં 84.91 ટકા પરિણામ સાથે 20 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં ઉર્તિણ થયાં છે. આમ પરિણામ13.90 ટકાન વધારો જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના 20 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ અલારસા કેન્દ્રનું 100 ટકા પરિણામ આવેલું છે.જયારે સૌથી ઓછું ઉમરેઠ કેન્દ્રનું 68.67 ટકા પરિણા આવ્યું છે.

આણંદ જિલ્લામાં 2021માં ધો -12 સામન્ય પ્રવાહની પરીક્ષામાં 9424 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 9356 વિદ્યાર્થી પરીક્ષા આપી હતી. જેમાંથી 7876 વિદ્યાર્થી પાસ થયા છે. જયારે 1480 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.જયારે જિલ્લામાં 60 ટકાથી વધુ ગુણ 4250 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. આમ 60 ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 53.96 છે. જયારે 60 ટકાથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી 44.04 ટકા છે.

ચરોતરનું ધો-12 સામાન્ય પ્રવાહનું 8 વર્ષનું પરિણામ
વર્ષઆણંદખેડા
201545.0925.09
201634.4740.58
201749.2847.63
201850.5356.37
201970.0363.57
202071-0179.14
2021પ્રમોશનપ્રમોશન
202284.9179.15

આણંદ જિલ્લામાં 20 વિદ્યાર્થી A-1 ગ્રેડ સાથે ઉતિર્ણ​​​​​​​

ગ્રેડસંખ્યા
A-120
A-2366
B-11388
B-22476
C-12422
C-21196
D76
E-10

​​​​​​​આણંદ જિલ્લાના 20 કેન્દ્રનું ટકાવારી પ્રમાણે પરિણામ

કેન્દ્રટકાવારી
અલારસા100
દહેવાણ98.12
તારાપુર96.03
નાર95.4
ભાદરણ95
સારસા94.82
બિલપાડ94.69
કરમસદ93.47
સોજીત્રા90.51
વાસદ90.3
શીલી88.62
બોરીઆવી87.33
આંકલાવ87.31
ખંભાત85.66
બોરસદ85.36
વિદ્યાનગર81.14
સામરખા78.95
આણંદ78.14
પેટલાદ68.87
ઉમરેઠ68.67

​​​​​​​રાજયમાં 100 ટકા પરિણામ મેળવનાર માત્ર ત્રણ કેન્દ્ર, જેમાં આણંદના અલારસા કેન્દ્રનો સમાવેશ

ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે તેમાં સમગ્ર રાજ્યના 3402 કેન્દ્રોમાંથી માત્ર ત્રણ કેન્દ્રોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાના અલારસા કેન્દ્રમાં 226 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે તમામ વિદ્યાર્થી ઉર્તિણ થતાં 100 ટકા પરિણામ આવેલું છે. જેમાં અલારસાની મુરલીધર વિદ્યાલયનું 100 ટકા પરિણામ આવેલું છે.જયારે કેન્દ્રનું પણ 100 ટકા પરિણામ આવેલા છે. અમારા માટે ગૌરવની વાત છે. કોઇ વિદ્યાર્થી જે તે વિષયમાં સમજણ ના પડી હોય તો શાળા પૂર્ણ થયા બાદ તેઓને જે તે વિષયના શિક્ષક દ્વારા પુરતી સમજ આપીને માર્ગદર્શન આપાતું હતું. આમ વિદ્યાર્થીઓ મહેનત અને શિક્ષકોના અથાગ પ્રયાસના કારણે 100 ટકા પરિણામ આવેલું છે. > એમ. જે. પ્રજાપતિ, આચાર્ય, મોરલીધર વિદ્યાલય અલારસા

​​​​​​​આણંદની સાંચીને CA બનવાની ઈચ્છા
​​​​​​​આણંદની નોલેજ હાઇસ્કૂલની વિદ્યાર્થીની સાંચી અનિલભાઇ નારંગ 99.96 પી.આર સાથે એવન ગ્રેડ મેળવ્યો હતો. પરિવાર અને શાળાના શિક્ષકોના સતત માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતી હતી. તેમજ ઘરે આવીને વાંચન કરતી હતી. મારે આગળ જઇને સીએ બનીને મારે સામાજિક કાર્યો સાથે દેશની સેવા કરવી છે.

મારા પરિણામનો શ્રેય પિતાના ફાળે
​​​​​​​ખંભાતમાં જે.ડી.શાહ હાયર સેકન્ડરી ઈંગ્લીશ મીડીયમના ધોરણ-12માં અભ્યાસ કરતા મોહંમદ રિયાઝભાઈ કાપડિયાએ બોર્ડની પરીક્ષામાં 99.76 પી.આર સાથે સમગ્ર ખંભાતમાં પ્રથમ નંબરે ઉતિર્ણ થઇ ખંભાતનું ગૌરવ વધાર્યું છે. આણંદ જિલ્લામાં A-1 ગ્રેડ મેળવનાર મોહમંદ પોતાનું પરિણામનો શ્રેય પિતાને આપે છે.

અન્ય સમાચારો પણ છે...