વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022:આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીએ EMMC સેન્ટરની મુલાકાત લઈ કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કર્યું

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં "પેઇડ ન્યુઝ" પર ચાંપતી નજર રાખવા ઈ.એમ.એમ.સી. સેન્ટર કાર્યરત

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અન્વયે આણંદ જિલ્લાની 108-ખંભાત, 109-બોરસદ, 110-આંકલાવ, 111-ઉમરેઠ, 112-આણંદ, 113-પેટલાદ, અને 114- સોજિત્રા વિધાનસભાની બેઠક માટે બીજા તબક્કામાં તા.5 મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર હોઇ આણંદ જિલ્લામાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનુ જિલ્લામાં ચૂસ્તપણે પાલન કરવામાં વહીવટી તંત્ર સાબદુ છે અને તે અંગે સખ્ત નજર રાખવામાં પણ આવી રહી છે.

મહત્વનું છે કે ચૂંટણી સમયગાળા દરમિયાન સ્થાનિક ન્યુઝ ચેનલોમાં આવતા સમાચારો,પેઈડ ન્યુઝ પર દેખરેખ રાખવા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થયાની સાથે જ આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર (EMMC) કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાથી સ્થાનિક ન્યુઝ ચેનલોમાં આવતા સમાચારોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આણંદ કલેક્ટર કચેરી ખાતે ઊભા કરવામાં આવેલા આ EMMC સેન્ટરની તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીએ મુલાકાત લઈ તેની કાર્યપદ્ધતિનું જાત નિરીક્ષણ કર્યુ હતું. તેમણે આ સેન્ટર ખાતે ઊભા કરવામાં આવેલ જિલ્લાની ચૂંટણી સંદર્ભની વિવિધ માહિતીને દર્શાવતાં સ્ટેન્ડીના કાર્યને બિરદાવી આ માહિતીસભર સેન્ટર મીડિયાના મિત્રો માટે ઊપયોગી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આ તકે આ સેન્ટર મારફતે થઈ રહેલી પેઈડ ન્યુઝ અંગેની સમયસર અને સમુચિત કામગીરીથી વાકેફ બની EMMC ના મિત્રો દ્વારા કરવામાં આવી રહેલી મીડિયા મોનિટરીંગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...