નિરીક્ષણ:આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. એસ.ગઢવીએ ચૂંટણી હેલ્પલાઇન સેન્ટરની મુલાકાત લીધી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં મતદારો ચૂંટણીલક્ષી ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર-1800 233 1337 અને મતદાન-ચુંટણી કાર્ડ સંબંધિત રજુઆતો માટે 1950 ઉપર સંપર્ક કરી શકશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અન્વયે આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે આગામી 5 મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ફરિયાદ અને રજૂઆતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ મતદાર તેનો યોગ્ય ઉપયોગ કરી ચૂંટણી સંબંધી ફરિયાદ કે રજૂઆતો કરી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની ચૂંટણીલક્ષી ફરિયાદો,રજૂઆતો માટે કલેકટર કચેરી આણંદ ખાતે હેલ્પલાઇન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. મતદારો આચાર સંહિતા, ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત કે અન્ય ચૂંટણીલક્ષી ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર-1800 233 1337 અને મતદાન અને ચુંટણી કાર્ડ સંબંધિત જાણકારી માટે 1950 પર સંપર્ક કરી શકશે.

આ હેલ્પલાઇન કંટ્રોલરૂમની તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડી. એસ. ગઢવીએ મુલાકાત લઈ હેલ્પલાઇન સંબંધિત કામગીરીથી માહિતગાર થઈ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. ગઢવીએ હેલ્પલાઇન કંટ્રોલરૂમના અધિકારીઓ,કર્મચારીઓ સાથે ચર્ચા કરી આ સેવાને લગતા જરૂરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...