ફરિયાદ સમિતિની બેઠક:આણંદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી, વિકાસલક્ષી કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સરકીટ હાઉસ ખાતે યોજાય હતી. જેમાં કલેક્ટરે ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ અને પડતર પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કલેકટરે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરાયેલ કામ સરકારની ગાઇડલાઇન મુજબ પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું

આણંદમાં કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વિભાગોને લગતા વીજ જોડાણના, જમીન માપણીના, પાણી-પુરવઠાના, ગેરકાયદે બાંધકામના, એસ.ટી.ના, આયોજનના કામોના, આધાર કાર્ડ તેમજ પુરવઠા સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેનો સત્વર અને હકારાત્મક ઉકેલ લાવવા પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરે ચોમાસની ઋતુ હવે પુરી થતા જોવા મળતા પાણીજન્ય રોગો મારફતે રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી સાફ-સફાઇ સહિતના તકેદારીના તમામ પગલાં ભરવા જિલ્લાની તમામ નગરપાલિકાઓ સહિત તમામ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.કલેકટરએ આયોજનના કામોની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તે જોવાનું સૂચવી અગ્રતાક્રમની યોજનાઓ સહિત વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી પ્રજાના પ્રશ્નો કાયદાની મર્યાદામાં રહીને ત્વરિત નિકાલ થાય તે જોવા તથા સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ખર્ચ થાય, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી કામગીરી કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

આ ઉપરાંત તેઓએ જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે જોવા પોલીસ અધિકારીશ્રીઓને ઉપરાંત લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવા આર.ટી.ઓ. અધિકારીને જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને ધારાસભ્યો સર્વ અમીતભાઇ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજનભાઇ પટેલ, પૂનમભાઇ પરમાર અને કાંતિભાઇ સોઢા પરમાર, જિલ્લા પોલીસ વડા પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.વી.દેસાઇ, જિલ્લા આયોજન અધિકારી રાવલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...