તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં ભાજપે સૌથી નાની ઉંમરની યુવા ઉમેદવારને મેદાને ઉતારી યુવા કાર્યકર સક્રિય રાજકારણમાં તક આપી છે. આ યુવતીને ચૂંટણી ઉમેદવાર બનાવતા વિસ્તારની મહિલા મતદારો અને યુવાવર્ગમાં નવી આશા અને ઉમંગનો સંચાર થયો છે. સોજીત્રા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે. પંચાયતની કુલ 16 બેઠકોમાં ભાજપને માત્ર 2 બેઠકો ઉપર જ જીત મળી હતી. ભાજપે આ સામાન્ય ચૂંટણીમાં જીત માટે મોટી કવાયત હાથ ધરી છે. યુવા ચહેરા આગળ ભાજપ મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યુ છે.
મહત્વનું છે કે આ તાલુકો ભાજપ જિલ્લા પ્રમુખનું મતક્ષેત્ર હોઈ તાલુકા પંચાયત જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ તબક્કે સોજીત્રા તાલુકા પંચાયતની ભડકદ સીટ આ વખતે સામાન્ય સ્ત્રી સીટ હોવાથી ભાજપ દ્વારા સૌથી નાની ઉમરના આરતીબેન અર્જુનભાઈ પરમારને ટિકિટ આપીને યુવા ઉમેદવાર તરીકે તક આપવામાં આવી છે. આરતીબેને સોજીત્રા તાલુકા પંચાયતમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી પ્રચારકાર્ય શરૂ કરી દીધું છે.
ભાજપ ઉમેદવાર આરતીબેન અર્જુનભાઈ પરમારની વ્યક્તિગત ઓળખ જોઈએ તો તે મૂળ સોજીત્રા તાલુકા પંચાયતના ભડકદ સીટમાં આવતા બાંટવા ગામના વતની છે. તેઓનો જન્મ વર્ષ -1999 થયો હતો. તેથી હાલમાં તેઓની ઉમર માત્ર 21 વર્ષ છે. તેઓએ ધોરણ 10 સુધીનો અભ્યાસ પણ કરેલો છે. તેઓના પિતા ભાજપ સંગઠનમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.