• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand District BJP Finalized The Preparations For The Reunion, The District In charge As Well As The Leaders Inspected The Place.

તૈયારીઓ પૂર્ણ:આણંદ જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલનની તૈયારીઓને આખરી ઓપ અપાયો, જિલ્લા પ્રભારી તેમજ આગેવાનોએ સ્થળ નિરીક્ષણ કરાયું

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે બાંધણી ચોકડીએ આવેલા પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું

આણંદ જિલ્લામાં સોમવારે ભાજપ દ્વારા બાંધણી ચોકડીએ આવેલ પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું છે. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તેવી ગોઠવણો કરાઈ રહી છે. જિલ્લા આગેવાનો કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ અહીં ચાલતી વ્યવસ્થાની તૈયારીઓ અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં ગ્રામપંચાયત ગણતરીના દિવસો અને બાદમાં વિધાનસભાની ચૂંટણી ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે ભાજપમાં ચાલતી જૂથબાજીને ટાળવા અને નિરાશ તેમજ અસંતુષ્ટ કાર્યકરોમાં જોમ જુસ્સો ભરવા ભાજપ સ્નેહમિલનના કાર્યક્રમો આયોજિત કરી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેવાના હોઈ જિલ્લા ભાજપ ટીમ અને આગેવાનો માટે આ કાર્યક્રમ મહત્તમ શક્તિ પ્રદર્શનનો બની રહેતો હોય છે.

આણંદ જિલ્લા ભાજપ દ્વારા આ કાર્યક્રમ માટે આમંત્રણ પત્રિકાઓ છપાવી આ નૂતનવર્ષના સ્નેહમિલન સમારોહમાં પણ રાજકીય સંકલ્પની માટે અને આગામી વર્ષમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવા તથા નવા સંકલ્પો લેવા માટે જીલ્લાના પ્રત્યેક બુથના પેજ કમિટીના સભ્યો સુધીના કાર્યકર્તાઓને દિવાળી સ્નેહમિલનું નિમંત્રણ મોકલવાયું છે. વળી મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ માટે પણ ચોક્કસ આગેવાનો ને જવાબદારી સોંપાઈ છે. કાર્યક્રમ સ્થળે પહોંચી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પ્રભારી અમિત ઠાકર, મહામંત્રી નીરવ અમીન, રમણભાઈ સોલંકી, મયુર સુથાર સહિતમાં આગેવાન નેતાગણે વ્યવસ્થા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

આણંદ બાંધણી ચોકડીએ આવેલ પાલખી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલ આ સ્નેહમિલન સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક આગેવાન નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન અને સંબોધન કરશે.

અન્ય સમાચારો પણ છે...