ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે ચરોતરમાં પણ આઝાદી બાદની સૌથી મોટી જીત મળી હોઈ ભાજપના કાર્યકરો અને મતદારોમાં ભારે ઉત્સાહ અને ઉત્સવનો આનંદ પ્રવર્તી રહ્યો છે.જે ચરોતર ક્ષેત્રમાંથી કોંગ્રેસના માધવસિંહ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સફળ સુકાન કર્યું તે આણંદ માંથી 27 વર્ષમાં શાસનમાં ભાજપે એક પણ ધારાસભ્યને કેબિનેટ મંત્રી બનાવ્યા નથી.આણંદ જિલ્લામાં ભાજપે 7 બેઠકોમાં 5 બેઠકોમાં વિજય મેળવ્યો છે.આગામી 12 તારીખે નવા મુખ્યમંત્રી શપથગ્રહણ સમારોહ છે જેમાં મંત્રીમંડળ પણ જાહેર થશે ચરોતરમાં હાલ ચર્ચિત મુદ્દો છે કે મંત્રીમંડળમાં આ વખતે આણંદ માંથી કેબિનેટ મંત્રીપદ મળશે કે કેમ ? આણંદ પંથકમાં હાલ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતને લઈ મોટો આશાવાદ ઉભો થયો છે.
આણંદ જિલ્લાની કોંગ્રેસ સમયથી મજબૂત ઓળખ રહી છે તેમાં અમૂલની સ્થાપના સાથે સર્જાયેલી શ્વેતક્રાંતિ અને સરદાર પટેલનું અદભુત નેતૃત્વ કે જેનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ વડાપ્રધાન સ્થાનિક ,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રસંગોમાં કરે છે.વળી આ ક્ષેત્ર કોંગ્રેસનું ગઢ મનાતું હતું જેને ભેદવું મોટા પરાક્રમથી ઓછું નથી.આણંદમાં બોરસદ અને પેટલાદ બેઠક જીતી ભાજપ ટીમે મોટી રાજકીય સિધ્ધિ મેળવી છે.આ ઉપરાંત આણંદની સોજીત્રામાં ભાજપની જીત પણ મોટી ઉપલબ્ધી ગણવામાં આવી રહી છે.આણંદ જિલ્લામાં આંકલાવ અને ખંભાત બાદ કરતાં પાંચ બેઠકો ભાજપ વિજેતા થયું છે.
આણંદના ધારાસભ્યમાં જો કેબિનેટ મંત્રી પદ મળે તો કઈ લાયકાત આધારે મળશે ? અને કોને મળશે ? તે મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.કેબિનેટમાં સ્થાન આપવા વિજેતા ઉમેદવારની જ્ઞાતિ , વિધાનસભા બેઠક ,અભ્યાસ કે તેની જીતનું માર્જિન શુ ધ્યાનમાં લેવાશે તે પણ મુદ્દો ચર્ચાની એરણે છે. મહત્વનું છે કે આણંદ ભાજપમાંથી સોજીત્રામાંથી વિપુલભાઈ પટેલ, બોરસદમાંથી રમણભાઈ સોલંકી ,પેટલાદ માંથી કમલેશભાઈ પટેલ ,આણંદ માંથી યોગેશભાઈ પટેલ (બાપજી)અને ઉમરેઠમાંથી ગોવિંદભાઈ પરમાર વિજેતા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.