તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:આણંદ કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની અટકાયત

આણંદ8 દિવસ પહેલા
  • ભાવ વધારો પરત ખેચવાની માગ કરવામા આવી

દેશમાં પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારો પ્રજા અને ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે.આ કારણે વધતી મોંઘવારી સામાન્ય પરિવારોની જીવન ખુશીઓ છીનવી રહી છે.આ મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને નિરંકુશ શાસનપ્રથા ને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન માં ગણતરીના કાર્યકરો અને આગેવાનો ભેગા કરવા પણ તકલીફ પડી રહી હોવાનું આણંદ ના આ વિરોધ પ્રદર્શન દરમ્યાન ખુલ્લું પડી ગયું હતું.જોકે પોલીસે કાર્યક્રમ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં કોંગી કાર્યકરો ની અટકાયત કરી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવો ને લઈ ચોતરફ સરકારની ટીકા થઈ રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન થતો થોડા પૈસાનો વધારો એકમાસ માં 14 રૂપિયાથી વધુનો જણાઈ આવ્યો છે.સામાન્ય પ્રજા માટે અસહ્ય થઈ રહેલા આ ભાવ વધારાના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટેક્સ નીતિ મુદ્દે લોકટિકા થઈ રહી છે જ્યારે વિરોધ પક્ષે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોની ચુપકીદી પણ પ્રજા નોંધી રહી હતી અને વિપક્ષી પક્ષોની આવા સળગતા મુદ્દે નિષ્ક્રિયતા ને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોની સ્થિતિ પ્રજામાં વધુ નબળી બની રહી હતી.ત્યારે પોતાની શાખ બચાવવા અને પ્રજામાં હાજરી નોંધાવવા આ વિરોધ પ્રદર્શન થયું હોવાનું જણાય આવ્યું હતું.

મહત્વનું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે આણંદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલ પંપ પર જઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ દર્શાવી સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ભાવ વધારો પરત ખેચવા માટેની માંગ ઉચ્ચારી હતી.

આ મુદ્દે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે મોંઘવારી દૂર કરવાના ચૂંટણી વાયદાઓ કરી સત્તામાં આવેલ ભાજપે પેટ્રોલ,ડીઝલ,સીંગતેલ અને ગેસમાં અસહ્ય ભાવ વધારો ઝીંક્યો છે.65 નો પેટ્રોલનો ભાવ હાલ 95 એ પહોંચી ગયો છે.આણંદ કોંગ્રેસ આ ભાવ વધારો પાછો ખેંચવા કેન્દ્ર સરકારને ચેતવે છે.અને ભાવવધારો પાછો ખેંચવા અપીલ કરે છે.મોંઘવારીએ માજા મુકી છે. ત્યારે આવી સરકારને પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. તેમ જણાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ પ્રંસેગ આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર સહિત કોંગ્રેસી કાર્યકરો ગણતરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જોકે નિશ્ચિત સમય કરતાં ઘણો મોડો કાર્યક્રમ શરૂ થયો અને ગણતરીની મિનિટ માં પોલીસ વાનમાં પૂરો થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...