તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમનસીબી:આણંદ સિવિલનું 3 વખત ખાતમુહૂર્ત પણ ઇંટ ન મુકાઇ, ને કમલમનું કામ 4 મહિનમાં જ ધમધમ્યું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદની વ્યાયામ શાળા જ્યાં સિવિલ હોસ્પિટલ ઉભી કરવાની છે - Divya Bhaskar
આણંદની વ્યાયામ શાળા જ્યાં સિવિલ હોસ્પિટલ ઉભી કરવાની છે
  • સિવિલ ન બનવા પાછળ કારણ શું ? નબળી નેતાગીરી કે રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ ?

ખેડા જિલ્લાના વિભાજન બાદ આણંદને જિલ્લા કક્ષાનો દરજ્જો મળ્યાને 22 વર્ષ પૂર્ણ થયા પણ કમનસીબી અે છે કે, આજે પણ આણંદ પાસે સિવિલ હોસ્પિટલ નથી. સ્થાનિક નેતાગીરી નબળી છે કે સિવિલ હોસ્પિટલ ઉભી થાય તેમાં રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ છે ? કારણ ગમે તે હોય પણ સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે કામગીરી નથી થઇ એ ચોક્કસ છે. જોકે આણંદમાં જ સિવિલ હોસ્પિટલ ઉભી કરવા માટે ત્રણ ત્રણ વખત 2018થી 2021ની વચ્ચે ખાતમુહૂર્ત થયા છે પણ એક ઇંટ મુકવામાં આવી નથી.

આણંદ અંધારીયા ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું કામકાજ પુરજોશમાં
આણંદ અંધારીયા ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું કામકાજ પુરજોશમાં

જયારે બીજી બાજુ દરેક ચૂંટણીઓમાં વિકાસની વાતો કરનારા ભાજપના કાર્યાલય કમલમનું 21મી જાન્યુઆરીએ ચાર માસ પૂર્વે જ ખાતમુહૂર્ત થયુ અને જોતજોતામાં તો તેની કામગીરી શરૂ થઇ ગઇ. તો વિકાસ પ્રજા માટે છે કે પક્ષ માટે ? તે પણ લોકોમાં ચર્ચાતો પ્રશ્ન છે. આણંદમાં સિવિલ હોસ્પિટલના મુદ્દે કોંગ્રેસી નેતાઓએ પણ હરખાવા જેવુ નથી. માત્ર રજૂઆત કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...