આણંદ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલને મીની સિવિલનો દરજ્જો 5 વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો.તે અગાઉ આણંદ જિલ્લામાં એક માત્ર પેટલાદ સિવિલ હોસ્પિટલ ઉપલબ્ધ હતી. આણંદ જિલ્લાના 23 વર્ષના ઇતિહાસમાં સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 11 પ્રસુતાઓની પ્રસુતિ કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
આણંદ સિવિલ હોસ્પિટલમાં ચાલવર્ષે 7 માસમાં કુલ 663 ડિલીવરી કરવામાં આવી છે. માસિક સરેરાશ 95 ડિલીવરી કરવામાં આવે છે. આમ આણંદ સિવિલ રોજની 3 થી 4 ડિલીવરી કરવામાં આવે છે. જેમાંથી 28 ડિલીવરી સિઝર કરવામાં આવે છે. બુધવારે સાંજથી ગુરૂવાર સાંજ સુધી 11 ડિલીવરી આણંદ સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં એક દિવસ મોટીસંખ્યામાં ડિલીવરી થઇ હોય તે પ્રથમ બનાવ છે. સિવિલ હોસ્પિટલમાં સીડીએમઓ ડો અમર પંડયા, ડો મયંક ચૌહાણ તથા તેમની ટીમે 24 કલાક સુધી ખડે પગે રહીને 11 મહિલાઓની પ્રસૃતિ કરાવી હતી. જેમાં 4 કેસ ગંભીર હતા. તેમાંથી ત્રણ સિઝર ડિલીવરી કરવામાં આવી હતી. જયારે 1ની વેક્યુમ થકી ડિલીવરી કરવામાં આવી હતી. હાલમાં તમામ માતા અને બાળકો તબિયત નોર્મલ છે.
આણંદની મીની સિવિલ હોસ્પિટલમાં મહિને સરેરાશ 100થી 110 પ્રસુતિ કરવામાં આવે છે
આણંદ મિનિ સિવિલ હોસ્પિટલમાં પ્રસૃતિગૃહમાં તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમજ ડિલીવરી માટે આધુનિક સાધનો ઉપલબ્ધ છે. દૈનિક 3થી 4 ડિલીવરી કરવામાં આવે છે. જેમાંથી 1 સિઝેરીયન ડિલીવરી થાય છે. બાકીની તમામ નોર્મલ ડિલીવરી થાય છે. હોસ્પિટલ સ્ટાફ નોર્મલ ડિલીવરી માટે સતત પ્રયાસકરે છે. પરંત ુ માતાની કે બાળકને ગંભીર હાલત જણાય તો સિઝર ડિલીવરી કરવામાં આવે છે. માસિક 100 થી 110 ડિલીવરી કરવામાં આવે છે. - ડો. મયંક ચૌહાણ, ગાયનેક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.