તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:આણંદ શહેરના વોર્ડ નં. 6માં વેક્સિનેશન કેમ્પ યોજાયો, 300થી વધુ નાગરિકોએ ભાગ લીધો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિવિધ સંસ્થાઓ દ્વારા વેક્સિનેશન કેમ્પ આયોજિત કરાયા

દેશ અને રાજ્યમાં નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા વેક્સિનેશનને મહત્વ અપાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિવિધ સંસ્થાઓ દ્વારા વેક્સિનેશન કેમ્પ આયોજિત થઈ રહ્યા છે. જેમાં આણંદમાં ભાજપના કાઉન્સીલર અને કાર્યકરો આ કામે જોતરાઈ ગયા છે. લોકસંપર્ક કરી વેક્સિનેશન માટે નાગરિકોને કેમ્પના સ્થળે લઈ જવાની સેવામાં લાગી ગયા છે. વોર્ડ 6માં યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં સ્થાનિકોનો ઉત્સાહ ઉભરાયો હોવાનું જણાઈ આવ્યુ છે.

સ્થાનિક આગેવાનો દ્વારા વેક્સિનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકોને કોરોના વેક્સિન મળી રહે તે માટે સ્થાનિક નેતાઓ અને તંત્રને સુચના આપી છે. જે અંતર્ગત આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય નેતાઓ દ્વારા તેમજ આગેવાનો દ્વારા પોતાના વિસ્તારના લોકોને વેક્સિન મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. આણંદ શહેરના વોર્ડ નં.6માં સ્થાનિક આગેવાનો અને કાઉન્સીલરો દ્વારા વેક્સિનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 300 થી વધુ લોકોએ લીધો હતો. ​​​​​​​

જિલ્લામાં હાલ સુધીમાં 8 લાખ લોકોને વેક્સિન અપાઈ છે

ખાસ કરીને યુવા વર્ગના લોકોએ વેક્સિન મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના આગેવાનો દ્વારા મહિલાઓને પણ ઘરે જઈને સમજાવીને વેક્સિન મુકવા માટે કેન્દ્ર ઉપર લઈ આવ્યા હતા. આણંદ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ વિવિધ સંગઠનોની મદદથી વેક્સિનના કેમ્પ યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં જીલ્લાના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે સૌએ સાથે મળીને કામગીરી કરવી પડશે.જિલ્લામાં હાલ સુધીમાં 8 લાખ લોકોને વેક્સિન અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...