તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વરસાદ:આણંદ શહેરમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ જિલ્લામાં સરેરાશ 1 ઈંચ, હવે સપ્તાહનો વિરામ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદના પગલે રાત્રે ઢીંચણસમા પાણી વહેતા જોવા મળ્યા છે. શહેરના નવા બસસ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
આણંદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદના પગલે રાત્રે ઢીંચણસમા પાણી વહેતા જોવા મળ્યા છે. શહેરના નવા બસસ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા.
  • જિલ્લામાં સૌથી વધુ 83 મીમી આણંદ તાલુકામાં અને આંકલાવમાં 33 મીમી વરસાદ
  • શહેરમાં મોડીરાત્રે મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ખાડા પડી ગયા હતા

આણંદ શહેર સહિત જિલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ તાપમાનમાં સતત વધઘટ વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેતું હતું. તેમજ પ્રિમોસુન ગતિવિધિ તેજ બનતા વાદળોની આવનજાવન શરૂ થઇ ગઇ હતી. તેના પગલે સ્થાનિક કક્ષાએ વાદળો સર્જાતા શુક્રવાર રાત્રે ગાજવીજ સાથે પવનના સુસવાટા વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. શુક્રવારની રાત્રિના 10 થી 12 વાગ્યા સુધીમાં સવાત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે વાતાવરણ ઠંક પ્રસરી ગઇ હતી.

આણંદ શહેરમાં રાત્રિના સમય બદલાયાના વાતાવરણના પગલે કેટલાંક વિસ્તારો વીજળી ડુલ થઇ ગઇ હતી.તો વળી નીંચાણવાળા શહેરના મુખ્યમાર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા.તેના કારણે રાત્રિના સમયે વાહનલઇને નીકળેલા વાહનચાલકો પાણીને કારણે અટવાઇ ગયા હતા.

શહેરના ઇસ્માઇલનગર,ગામડી વડ, ગણેશ ચોકડી , વિદ્યાનગર રોડ, સો ફૂટ રોડ, અંબાજી મંદિર , બોરસદ ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. શનિવાર સવારે વરસાદી પાણી ઉતરાતાં પાલિકાની પોલ ખુલ્લી પડી હતી. શહેરના માર્ગો મોટામોટા ગાબડા અને વિદ્યાનગર રોડ મોટો ભુવો જોવા મળ્યો હતો. આણંદ જિલ્લાના આંકલાવ, તારાપુર અને સાોજીત્રા તાલુકામાં સવાઇંચ વરસાદ થયો હતો જયારે અન્યતાલુકામાં સામાન્ય વરસાદ થયો હતો.જેના કારણે જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયા છે.

આણંદ જિલ્લામાં 7 દિવસ સુધી વરસાદની કોઇ સંભાવના નથી
આણંદ -ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભેજનું પ્રમાણ વધી ગયું હતું. હાલમાં દરિયાઇ કાંઠે પ્રિમૌસુન ગતિ વિધિ ચાલી રહી છે.ત્યારે ભારે દબાણને કારણે સ્થાનિક કક્ષાએ વાદળો તૈયાર થાય છે.તેના કારણે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ સ્વચ્છ રહેશે તેમજ ગરમીનો પારો ઉંચો જશે. જો કે અવાર નવારવાદળો છવાયેલા જોવા મળશે, જેને લઇને આગમી સમયે ચોમાસુ ખેતી માટે ખેતરોને ખેડીને વરાપ માટે મુકવાનો સમય યોગ્ય છે. > મનોજ લુણાગરિયા, આણંદ કૃષિ યુનિવર્સિટ આણંદ

3 વીજપોલ ધરાશઈ થતાં 40 ટકા વિસ્તારમાં વીજળી ડુલ
આણંદ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં 3 જેટલા વીજપોલ ધરાશઈ થતા 40 ટકા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધારાપટ્ટ છવાઈ થઈ ગયો હતો.પરંતુ ધોધમાર વરસાદે વીજ તંત્રની પોલ છતી કરી નાંખી હતી.આખરે શહેરના લોકોને હાલાકીઓનો ભોગ બન્યા હતા.બીજી તરફ શહરેમાંથી 132 જેટલા વીજ ધારકોએ તંત્રને વીજળી ડુલ થઈ હોવાની ફરીયાદો કરાઈ હતી.આથી વીજ તંત્ર હરકતમાં આવી 4 જેટલી ટીમોની મદદથી રાત્રિના સમયે નવા વીજપોલ બદલવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રિએ વીજ સપ્લાય શરૂ કરવામાં આવતા વીજ ધારકોએ હાશકારો અનુભવ્યો હતો.

આણંદ જિલ્લામાં ચોમાસા પહેલા જ 22 ટકા વરસાદ નોંધાયો

તાલુકો

કેટલા મીમી વરસાદ

આણંદ83
આંકલાવ33
તારાપુર30
સોજીત્રા31
બોરસદ15
પેટલાદ4
ખંભાત2
ઉમરેઠ0

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...