તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળસુરક્ષા:કોરોના સંક્રમિત કે મૃતક વ્યક્તિના સંતાનોની સારસંભાળ માટે આણંદ બાળસુરક્ષા એકમને જવાબદારી સોંપાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 0 થી 18 વર્ષના બાળકોની સુરક્ષા તથા તેમના સ્વાસ્થ્યને ધ્યાને લઇ નિર્ણય લેવાયો

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલ મહામારીમાં સંક્રમિત દર્દીઓના પરિવારોની સ્થિતી ખૂબ કફોડી અને પીડાદાયક હોય છે. ખાસ કરીને કુટુંબ ના બાળકો આ સંક્રમણનો ભોગ ન બને તે માટેની સાચવણી દરેક પરિવારો માટે મુશ્કેલરૂપ સમસ્યા છે. 0 થી 18 વર્ષના બાળકોની સુરક્ષા તથા તેના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બાળકોની સારસંભાળ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

0 થી 18 વર્ષના બાળકોની સારસંભાળ કરાશે

આ અંગે આણંદ જિલ્લા બાળસુરક્ષા એકમના અધિકારી પાર્થ ઠાકરે જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે કોઈ બાળકના માતા અથવા પિતા અથવા બંને કમનસીબે મૃત્યુ પામેલ હોય અને આવા સંજોગોમાં તે બાળકને તેના કોઈ નજીકના સગા સબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય અથવા કોઈ બાળકના માતા અથવા પિતા અથવા બંને કોરોના વાયરસના ચેપની સારવાર હોસ્પિટલમાં લઈ રહ્યાં હોય અને તે બાળકને તેના કોઈ સગા સબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા સંજોગોમાં સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમાં 0 થી 18 વર્ષના બાળકોને કાળજી અને સારસંભાળ માટે મોકલી શકાશે.

રહેવા ,જમવા અને અન્ય સુવિધાઓ નિઃશુલ્ક આપવા આવશે

મહત્વનું છે કે આણંદ જિલ્લામાં 7 થી 18 વર્ષ સુધીના ઉંમર ધરાવતા બાળકો માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મદીપ બંગલો, ગાયત્રી ડાયનીંગ હોલની બાજુમાં, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર, આણંદ 7 થી 18 વર્ષ સુધીની છોકરીઓ માટે, નશૈમન અનાથાલય, મુ.પો. નાપા તળપદ, તા.બોરસદ, જિ.આણંદ તથા 0 થી 6 વર્ષ સુધીના બાળકો માટે શિશુગૃહ, ઓઢવ, અમદાવદાને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરીને નોડલ અધિકારી તરીકે જિલ્લા બાળસુરક્ષા અધિકારી પાર્થ ઠાકરની નિમણૂંક કરવામાં આવી છે.અહીં રહેવા ,જમવા અને અન્ય સુવિધાઓ નિઃશુલ્ક આપવા આવશે.

ચાઈલ્ડ વેલ્ફેર કમિટિની મંજૂરી મેળવવાની રહેશે

નોંધનીય છે કે બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકતા સમયે બાળકોનો કોરોના રીપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે. કારણ કે બાળ સંસ્થાઓમાં રહેતા અન્ય બાળકોની પણ આરોગ્ય સલામતી ખૂબ જરૂરી છે. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મૂકવા માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિની મંજૂરી મેળવવાની રહેશે. બાળકો અંગેની જાણ કરવા માટે પાર્થ ઠાકર 9998043457 નોડલ અધિકારી, જિલ્લા બાળસુરક્ષા અધિકારી, આણંદ અથવા ટોલ ફ્રી નંબર 1098 બાળકોની 24×7 હેલ્પ લાઈનનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...