અજબ પ્રેમ કી ગજબ કહાની:બે બાળક સાથે પરિણીતા પ્રેમીને મળવા બિહારથી આણંદ આવી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પોલીસની she ટીમે બિહારની પરિણીતાનો ઘર સંસાર નંદવાતો બચાવી પરિવારને સોંપી

બિહારથી બે બાળકો સાથે આણંદ આવી પ્રેમી સાથે રહેતી પરિણીતાને આણંદ જિલ્લા પોલીસની she ટીમએ સમજાવી તેના પતિ પાસે પરત મોકલી પરિણીતાના ઘર સંસારને નંદવાતું બચાવી લીધું હતું બિહારના કઠિયા જિલ્લાના હસિયાસામા ગામની બે બાળકોની માતા સમીનાખાતુનને છેલ્લા પાંચ વર્ષથી ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો.

એકાદ વર્ષ પૂર્વે પ્રેમી યુવક કામ ધંધા અર્થે બિહારથી આણંદ આવી રહેતો હતો, જેથી સમીમાખાતુન દોઢ માસ પૂર્વે પોતાના બે બાળકોને લઈને ઘરમાં કોઈને કઈ કહ્યા સિવાય ટ્રેનમાં બેસી આણંદ આવી પહોંચી હતી, અને અહીંયા પોતાના પ્રેમી સાથે રહેતી હતી, દોઢ માસ બાદ સમીમાખાતુન પરત બિહાર પતિ પાસે જવા માંગતી હતી, પરંતુ પ્રેમી યુવક તેણીને એકલી જવા દેવા માંગતો ન હતો.

આણંદ પોલીસની she ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિદ્યાનગરમાં રોડની સાઈડમાં એક મહિલા બે બાળકો સાથે રડતી હતી અને એક યુવક બાજુમાં ઉભો હતો. જેથી she ટીમએ મહિલાની પૂછપરછ કરતા તેણીએ તેનું અપહરણ કરી બિહારથી અહીંયા લવાઇ હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ she ટીમના ASI જસીબેન ચૌધરી સહિતની ટીમે મહિલા તેના બે નાના બાળકો અને યુવકને આણંદ ટાઉન પોલીસ મથકે લાવી કુનેહપૂર્વક પૂછપરછ કરતા મહિલાએ પોતાનું અપહરણ નહીં પણ પોતે જાતે પોતાના પ્રેમીને મળવા બાળકોને લઈને એકલી આવી હોવાની કબૂલાત કરી હતી.

She ટીમે આ અંગે બિહાર ખાતે મહિલાના પતિ અને પરિવારનો પણ સંપર્ક કર્યો હતો અને મહિલાને પણ સમજાવી હતી તેમજ મહિલાના પતિને પણ ટેલિફોનિક સમજાવટ કરી હતી અને અંતે શી ટીમના પ્રયાસોથી મહિલાનો ઘર સંસાર નંદવાતા બચાવી લેવાયો હતો અને મહિલાના પરિવારને બોલાવી તેમની સાથે મહિલાને પરત બિહાર જવા રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...