નોટિસ:આણંદ અવકુડાએ 35 એકમોને નોટિસ પાઠવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીયુ પરમીશન ન લે તો મિલકત સીલ કરાશે

ગુજરાત હાઇકોર્ટે આપેલા કડક આદેશને પગલે બિલ્ડીંગ યુઝ પરમીશન નહીં ધરાવતા રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 35 એકમો સામે નોટિસ ફટકારી સીલ મારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આણંદ અવકુડા વિભાગની ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ અવકુડા વિભાગની ટીમે અગાઉ આણંદ શહેરમાં સર્વે કરીને બીયુ પરમીશન અંગેની ચકાસણી કરી હતી. જે તે સમયે મોટાભાગના રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડીંગો પાસે બીયુ પરમીશન હતી.જેથી જે તે વખતે નોટીસ પાઠવીને તાત્કાલિક બીયુ પરમીશન મેળવી લેવા જણાવ્યું હતું.

તે વાતને ઘણો સમય થતાં કોઇ માલિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. તાજેતરમાં હાઇકોર્ટે બીયુ પરમીશન ન ધરાવતા મિલ્કત ધારકોને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. જેના પગલે આણંદ અવકુડા વિભાગ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ કુલ 35 એકમોને પુન: નોટિસ પાઠવીને તાત્કાલિક બીયુ પરમીશન લઇ લેવા જણાવ્યું છે. તેમ છતાં બીયુ પરમીશન લેવામાં નહીં આવે તો મિલકત સીલ મારીને કાર્યવાહી કરવામાં આવશે.જેમાં હોસ્પિટલો સહિત કેટલીંક કોમર્શિયલ બિલ્ડીંગોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...