પતિ,પત્ની ઔર વો:આણંદમાં પત્નીના પ્રેમીને ઠપકો આપતા પતિ પર હુમલો, પત્નીના મોબાઇલ પર ફોન કરતાં પતિએ મળવા બોલાવ્યો હતો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદના ગામડી ગામમાં રહેતી પરિણીતાના ભુવેલના શખસ સાથે સંબંધ હોવાની જાણ તેના પતિને થતાં તેણે ગણેશ ચોકડીએ મળવા બોલાવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થતાં ભુવેલના શખસે પરિણીતાના પતિને કડુ માથામાં મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદના ગામડી ગામમાં રહેતા સુરેશ જીવાભાઈ મેકવાન ઈલેક્ટ્રીકની છુટક મજૂરી કરે છે. તેમણે 2003માં પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેની પત્નીને અશોક લાલજી સોલંકી (રહે. ભુવેલ તા.ખંભાત) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ગત તારીખ 5મી સપ્ટેમ્બર,22ના રોજ ઘરે હાજર હતા. તે દરમિયાન તેમની પત્નીના મોબાઈલ ઉપર કોઈનો ફોન આવ્યો હતો. જેથી તેમણે પત્નીને આ ફોન બાબતે પુછપરછ કરતા તેણે અશોક લાલજી સોલંકીનો હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું પણ કબુલ્યું હતું. આથી, સુરેશે મંગળવાર સવારના અશોકને મોબાઈલ ફોન કરીને આણંદ ગણેશ ચોકડી મળવા બોલાવ્યો હતો. જેથી અશોકે ગણેશ ચોકડી પાસે આવતા સુરેશ અને તેની પત્ની ત્યાં પહોંચ્યાં હતાં. જ્યાં સુરેશએ અશોકને જણાવ્યું હતું કે, તું મારી પત્ની સાથે કેમ સંબંધ રાખે છે ? તેમ જણાવતા અશોકે ઝઘડો કર્યો હતો અને અશોક સોલંકીએ જમણા હાથમાં પહેરેલું કડુ સુરેશને માથામાં મારી દેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અશોક લાલજીભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...