વરસાદની હેલી:આણંદ-આંકલાવમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ : ડભોઉમાં યુવકનું ડૂબી જવાથી મોત, ખંભાતના વાડોલામાં પરોઢીયે મકાન ધરાશાયી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાના 7 તાલુકામાં 24 કલાક દરમિયાન સરેરાશ 4 ઇંચ વરસાદ પડતાં સીમ વિસ્તારમાં પાણી ભરાયા
  • ચરોતરમાં ​​​​​​​વરસાદે છઠ્ઠી વ્યક્તિનો ભોગ લીધો ડૂબી જવાથી બીજું મોત
  • ​​​​​​​તારાપુરમાં 82 મિમી, પેટલાદ 89 મિમી, બોરસદ 50 મિમી, ખંભાત 39 મિમી, આણંદ 75 મિમી, આંકલાવ 80 મિમી, ઉમરેઠમાં 51 મિમી વરસાદ

આણંદજિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મંગળવાર સવારથી સાંજના 4 વાગ્યા સુધી સામાન્ય વરસાદ વરસ્યો હતો. મોડીસાંજે આંકલાવ,બોરસદ, આણંદ સહિત વિસ્તારમાં પવનના સુસવાટા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.આણંદ અને આંકલાવમાં સાંજના 4 વાગ્યાૂબાદ ધોધમાર વરસાદ પડતાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

મંગળવાર સાંજ સુધીમાં તારાુપરમાં 82 મિમી, પેટલાદ 89 મિમી, બોરસદ 50 મિમી, ખંભાત 39 મિમી, આણંદ 75 મિમી, આંકલાવ 80 મિમી, ઉમરેઠમાં 51 મિમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ડભોઉ ગામે એક 20 વર્ષના યુવકનું તળાવમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે ખંભાત તાલુકાના વાડોલા ગામે વહેલી સવારે એક મકાન ધરાશાયી થઇ ગયું હતું. જો કે કોઇ જાનહાનિ થવા પામી નથી. આણંદ જિલ્લામાં છેલ્લાં સપ્તાહ દરમિયાન વરસાદની હેલી જોવા મળી રહી છે.

સોમવારના રોજ પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સોજિત્રામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પેટલાદ અને બોરસદમાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. હજુ પણ વરસાદની હેલી ચાલુ રહે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સતત વરસાદને લઈ જનજીવન પણ ખૂબ પ્રભાવિત થયું છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. ગામે ગામ ચોમાસુ પાકની રોપણીનું કામ ચાલી રહ્યું છે. આણંદ ખેડા જિલ્લામાં મોડી સાંજ સુધી પણ ઝરમર વરસાદ ચાલું રહ્યો હતો.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
આણંદ જિલ્લામાં મંગળવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન આણંદમાં 26 મીમી, આંકલાવમાં 80 મીમી, ઉમરેઠમાં 10 મીમી, બોરસદમાં 41 મીમી, પેટલાદમાં 69 મીમી, સોજિત્રામાં 97 મીમી, ખંભાતમાં 30 મીમી અને તારાપુરમાં 84 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વરસાદી માહોલમાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

વાડોલા ગામે મકાન ધરાશાયી થયું

ખંભાત તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. તેના પગલે ખંભાતના તાલુકાના વાડોલા ગામે મંગળવાર વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં વિજય ભગવાનભાઇ ચૌહાણનું મકાન ધરાઇ થયું હતું. કે કોઇ જાન હાની થવાપામી નથી. ખંભાત શહેર સહિત તાલુકામાં મંગળવાર વહેલી સવારથી અવાર નવાર વરસાદી ઝાંપટાં વરસ્યા હતાં. દિવસ દરમિયાન દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વરસાદથી ગ્રામ્ય વિસ્તાર સંપર્ક વિહોણા

આણંદ જિલ્લામાં વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની હાલત કફોડી બની છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં અવર–જવરના રસ્તા પર કાદવ કિચ્ચડ થઇ જતાં ગ્રામજનોને બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. કેટલાંક ગામોમાં તો બસ સેવા પણ બંધ થઇ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની હાલત કફોડી બની છે. સોજિત્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ખોદકામના કારણે સ્થિતિ ગંભીર બની​​​​​​​

આણંદ શહેરમાં ગામડી, ખોડિયારનગર સહિતના વિસ્તારમાં છેલ્લાં કેટલાક મહિનાથી પાલિકા દ્વારા કરવામાં આવેલા ખોદકામના કારણે સ્થિતિ ગંભીર બની છે. રસ્તા બિનઉપયોગી બન્યાં છે અને લોકો પાલિકા અને કોન્ટ્રાક્ટર પર ફિટકાર વરસાવી રહ્યાં છે. જ્યારે સોજીત્રામાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ ભૂવા પડી ગયા છે. પરંતું માટી પૂરણ કરાય છે. જેથી વરસાદ પડતાં પુનઃ ભૂવા પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...