કામગીરી:ફાયર NOC મુદ્દે આણંદ અને પેટલાદ સિવિલ અંશતઃ સીલ

આણંદ,પેટલાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં CDMO, પેટલાદમાં RMOની ઓફિસ સીલ
  • સિવિલ હોસ્ટિપલ દ્વારા NOC મેળવવા માટે અંદાજે એક કરોડ પ્રોજેકટ પીઆઇઓને મોકલી આપ્યો છે

આણંદ જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા ન હતી તેમજ ફાયર એનઓસી ન હતી. ગત માર્ચ માસમાં આણંદ અને પેટલાદ નગરાપાલિકા દ્વારા બંને સિવિલ હોસ્પિટલના સંચાલકોને નોટીસ પાઠવીને ફાયર એનઓસી મેળવી લેવા જણાવ્યું હતું. જે અંગે બંને હોસ્પિટલના સંચાલકો દ્વારા એનઓસી માટે પ્રોજેકટ તૈયાર કરીને પ્રોજેકટ ઇમ્પલીમેન્ટ યુનિટને મોકલી આપ્યો હતો.જે ટુંક સમયમાં મંજૂર થનાર છે.

પરંતુ હાલમાં સામાન્ય જનતા અને દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઇન ે રીજીયોનલ કમિશ્નર કચેરી દ્વારા આણંદ અને પેટલાદ પાલિકાને બંને સિવિલ હોસ્પિટલ સીલ કરવાનો હુકમ કર્યો હતો.જેથી આણંદ અને પેટલાદ પાલિકા તંત્ર દ્વારા શનિવારે બંને હોસ્પિટલને અંશતઃ સીલ મારી દેતા ચર્ચાનો વિષય બની ગયો છે. આણંદ િજલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટી સહિત એનઓસી મેળવી લેવા માટે માર્ચ માસમાં ફાયર વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.

આણંદ સિવિલ અને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો તાત્કાલિક ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ફાયર એનઓસી મેળવવામાં સંચાલકોએ કાર્યવાહી હાથ ધરી ન હતી. પેટલાદ સિવિલમાં ફાયર એનઓસી સહિત સેફટીના સાધનો પાછળ અંદાજે એક કરોડનો પ્રોજેકટ બનાવીને મંજૂરી માટે આરોગ્ય વિભાગના પ્રોજેકટ ઇમ્પલીમેન્ટ યુનિટને મોકલી આપ્યો છે.જે ટુંક સમયમાં મંજૂર થઇ જશે તેવું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

જો કે રીજીયોનલ કમિશ્નરે માનવ જીંદગી સાથે કોઇ અઘટીત ઘટના ન બને તે માટે બંને સિવિલ હોસ્પિટલ સીલ મારવાનો હુકમ કર્યો હતો. જે અંતર્ગત પાલિકા તંત્ર દ્વારા આણંદ સિવિલમાં એસડીએમઓની ઓફિસ અને પેટલાદમાં આરએમઓની ઓફિસને સીલ મારવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલુ રહે તે માટે તંત્રએ રહેમ દાખવી છે. તેમ છતાં એનઓસી નહીં મેળવવામાં આવે તો આગામી દિવસોમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...