પર્યાવરણ ઝુંબેશ:આણંદ અમૂલ ડેરીએ બનાવેલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોચિંગ કરવામાં આવ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર - સાસણ ગીર ખાતે ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર એસોસિએશનનું સમેલન યોજાયું હતું

આણંદની અમુલ ડેરી દ્વારા સૌરાષ્ટ્ર -સાસણ ગીર ખાતે અમુલ પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું લોચીંગ કરવામાં આવ્યું છે. અમૂલના 75 વર્ષની ઉજવણીના પ્રસંગે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. પાંચ મહિનામાં અમૂલ દ્વારા 300 મેટ્રિક ટનથી વધુ અમુલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું વેચાણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાંચ હજાર મેટ્રીક ટન વેચાણ કરવાનો લક્ષ્યાંક છે.

સૌરાષ્ટ્ર-સાસણ ગીર ખાતે ગુજરાત ફર્ટિલાઈઝર ડિલર એસોસીએશન (જીએફડીએ)ના 100થી વધુ ડિલર મિત્રો સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અમુલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની વિશેષતા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સૌ ડિલરે વેચાણ કરવા ઉત્સાહ બતાવ્યો હતો. હાલ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની ત્રણ પેદાશો માર્કેટમાં ઉપલબ્ધ છે.

આણંદ ખાતે 19મી ડિસેમ્બરે ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર એસોસીએશનની બેઠક યોજાઇ હતી. જેમાં ડેરીના ચેરમેન રામસિંહ પરમાર તથા મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની હજુ બીજી બે નવી પેદાશોને લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ ગુરૂવારના રોજ સાસણ - ગીર ખાતે નવી પ્રોડક્સના ભાગરૂપે અમૂલ પાવર પ્લસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રોડક્ટસની વિશેષતા જાણી સૌ ડિલર દ્વારા 300 મેટ્રીક ટનથી વધુનો ટ્રાયલ બેજ ઓર્ડર આપ્યો હતા. આ પ્રસંગે ડેરીના સેલ્સ એન્ડ માર્કેટીંગના હેડ ડો. ગોપાલ શુકલા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ વી.પી. ચોવટીયા, નાયબ ખેતી નિયામક જૂનાગઢના એસ.એમ. ગધેશરિયા વગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...