આકસ્મિક મોત:આણંદ અમૂલ ચોકલેટ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીનું મોત ,ફરજ દરમિયાન ગભરામણ થતા ઢળી પડ્યા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે : લેબર કોન્ટ્રાકટર

આણંદમાં મોગર ખાતે આવેલ બાલ અમૂલના ચોકલેટ પ્લાન્ટમાં ફરજ દરમિયાન એક કર્મચારીનું મોત નિપજ્યું હતું. કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારી ફરજ સમય દરમ્યાન આકસ્મિક મોત થતા ચકચાર મચી છે.યુવક ને ફરજ દરમ્યાન ગભરામણ થતું હોવાનું લાગતા તે રૂમ બહાર આવ્યો અને સામાન્ય ઉલટી જેવું થયા બાદ તે ઢળી પડ્યો હતો.ઘટનાને પગલે ફરજ પરના સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેને આણંદ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તપાસ કરતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.આ કારણે ગામ અને પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

મૃતક ગજેન્દ્ર પરમાર,ફાઈલ તસ્વીર
મૃતક ગજેન્દ્ર પરમાર,ફાઈલ તસ્વીર

આ અંગે મૃતકને પ્રથમ સહિયારો આપનારા સાથી કર્મચારી સુજય પટેલના જણાવ્યા મુજબ મૃતક ગજેન્દ્રભાઈ લેબમાં હેલ્પરનું કામ કરતા હતા ઘટનાના સમયે તેઓએ જોયું કે ગજેન્દ્રને ઉલટી જેવું થયુ હોય અને અતિશય ગભરામણ થતું હોય તેને મેં ઢંઢોળ્યો અને બરડે હાથ ફેરવ્યો પરંતુ કોઈ રિસ્પોન્સ મળતો નહોતો ત્યારબાદ જે કર્મચારીઓને ખબર પડી તેમ તે બહાર આવ્યા અને બાદ તેઓને હોસ્પિટલમાં લાવ્યા હતા.જે મૃત હોઈ હાલ તેઓનો મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.જે સવારે પોસ્ટમોર્ટમ થયા બાદ કારણ જાણી શકાશે.

મૃતક ગજેન્દ્ર પરમાર
મૃતક ગજેન્દ્ર પરમાર

મહત્વનું છે તેઓને આણંદ ની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યાં સુધી યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.આ અંગે મૃતકના પરિજન દ્વારા વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવતા પોલીસે તેઓને આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે લેબર કોન્ટ્રાકટર રાજેશભાઇ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈની તકલીફ અંગેની જાણ થતા જ તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

મોગર રહેતા 33 વર્ષીય ગજેન્દ્ર રામસિંહ પરમાર અમૂલ ચોકલેટ પ્લાન્ટમાં આવેલ લેબમાં હેલ્પર તરીકે લેબર કોન્ટ્રાકટમાં કામ કરતા હતા.તેઓને લગ્ન બાદ સંતાનમાં આશરે 13 વર્ષ ની પુત્રી ,આશરે 10 વર્ષની પુત્ર છે.જેઓ સવારે 8:30 થી 4:30 ફરજ સમય હતો.છેલ્લા 7 વર્ષ ઉપરાંતથી અહીં ફરજ બજાવતા હતા.ગજેન્દ્રભાઈના આકસ્મિક મૃત્યુને લઈ પરિવાર અને ગ્રામજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...