તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતરમાં કોરોના મંદ પડ્યો:આણંદ-7 , નડિયાદ-5 કેસ નોંધાયા: કુલ આંક 5800

આણંદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવારે 355 દર્દીઆેના સેમ્પલ પરિક્ષણ કરવામાં આવ્યા હતાં જેમાંથી નવા 7 દર્દીઆેનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. બીજી તરફ વીતેલા 24 કલાકમાં વધુ 11 દર્દીઆેઅે કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતાં. આમ જિલ્લામાં અત્યાર સુધી 2525 દર્દીઓએ કોરોના પરાસ્ત કરીને ઘરે પરત ફર્યા છે.

શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કુલ 7 નવા દર્દીઆે નોધાયા છે. જેમાં બોરીયાવી ખાતે રહેતી 25 વર્ષીય યુવતી, આણંદ-જીટોડીયા પાસે રહેતાં 64 વર્ષીય વૃદ્વ, લાંભવેલ બાકરોલ રોડ પર રહેતાં 77 વર્ષીય વૃદ્વા, વિદ્યાનગર રેલવે સ્ટેશન નજીક રહેતાં 30 વર્ષીય મહિલા, ઉપરાંત 34 વર્ષીય મહિલા, તેમજ પેટલાદ તાલુકાના બાંધણી ગામે રહેતાં 53 વર્ષીય મહિલા અને સોજિત્રા તાલુકાના દેવાતજમાં રહેતાં 69 વર્ષીય વૃદ્વનો રિપોર્ટ પોઝિટીવ આવતાં વધુ સારવાર અર્થે કોવિડ સેન્ટરમાં મોકલાયા હતાં.

જ્યારે બીજી બાજુ નડિયાદ શહેરમાં શનિવારે સુમેરૂ હાઈટ્સમાં રહેતા 39 વર્ષિય મહિલા, સ્ટેટ બેન્ક સોસાયટીમાં રહેતા 74 વર્ષિય વૃદ્ધા અને 42 વર્ષિ મહિલા અને ગંગામૈયા કોલોનીમાં રહેતા 38 વર્ષિય મહિલા અને 15 વર્ષિય કિશોર કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ખેડા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 3229 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો