રહીશોમાં નાસભાગ મચી:આણંદ 100 ફૂટ રોડ પર ગાયોનું તોફાન, થાંભલો તોડી નાંખ્યો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા આખા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ કરવી પડી

આણંદમાં નગર પાલિકાએ ધણા સમયથી રખડતી ગાયો પકડવાની કામગીરી બંધ કરી દીધી છે. જેના કારણે વરસાદ પડતાંની સાથે પશુપાલકો ગાયોને માર્ગો પર રખડતી હાલતમાં છોડી દેવામા આવે છે. જેના કારણે રખડતી ગાયો માર્ગ પર અડીંગો જમાવીને બેસી રહેતી હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડે છે.

ગુરૂવારે રાત્રે સો ફૂટ રોડ પર બે ગાયોએ તોફાન મચાવતા આજુબાજુ વિસ્તારના રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી. તેમજ પાલિકાના સ્ટ્રીટ લાઇટોનો વીજપોલ ભાગી નાંખ્યો હતો. આ સમયે વીજપોલ નીચે પડી ગયો હોવા છતાંય લાઇટો ચાલુ હાલતમાં રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને સાચવીને પસાર થવાની ફરજ પડી હતી.

આમ આણંદ નગર પાલિકાના પાપે રખડતી ગાયોએ સો ફુટ રોડ પર આતંક મચાવી સ્ટ્રીટ લાઇટનો વીજપોલ ભાગી નાંખ્યો હતો. જેના કારણે ટીમોએ દોડી આવી સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...