ચીલઝડપ:આણંદમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા 90 વર્ષીય વૃદ્ધાના સોનાના ચેઈનની ચીલઝડપ કરી અજાણ્યો શખ્સ ફરાર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં દિવાળી નિમિત્તે નારથી આવેલા 90 વર્ષીય વૃદ્ધા દર્શન કરવા અંબાજી માતાના મંદિરે ગયાં હતાં. આ સમયે કોઇ શખસે તેમના ગળામાં રહેલો સોનાના દોરાની ચીલઝડપ કરી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.

નાર ગામની મોટી ખડકીમાં રહેતા સવિતાબહેન નટુભાઈ પટેલ (ઉ.વ.90) દિવાળીના તહેવારમાં આણંદ ખાતે રહેતા તેમના ભાભી કોકીલાબહેન પટેલને ત્યાં આવ્યાં હતાં. 26મી ઓક્ટોબરના રોજ નવા વર્ષ નિમિત્તે સવારના સમયે સવિતાબહેન અને કોકીલાબહેન આણંદના વહેરાઈ માતા નજીક આવેલા અંબા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયાં હતાં. આ સમયે મંદિરની અંદર ઘણી ભીડ હતી. જેથી દર્શન કરવા ધક્કા મુક્કી થતી હતી. જે તકનો લાભ લઇ કોઇ શખસ સવિતાબહેનના ગળામાં પહેરેલો સોનાની ત્રણ શેરવાળી કંઠી આશરે 3 તોલાની અને સોનાનું ગોળાકાર પેન્ડલ આશરે સાત ગ્રામ કિંમત રૂ.65 હજારનું કોઇ શખસ જોરથી આંચકો મારી તોડી ભાગી ગયો હતો. આ અંગે સવિતાબહેને આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...