અકસ્માત:મોગર પાસે અજાણી ટેમ્પીએ રીક્ષા ચાલકને અડફેટે લેતાં મોત

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઘુશંકા માટે રીક્ષા ઊભી રાખતાં જ ટક્કર મારી

વડોદરાના અનગઢ ખાતે 52 વર્ષીય વિમળાબેન ગણપતસિંહ ગોહેલ રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં સૌથી મોટો પુત્ર અર્જુન પાંચ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યો હતો. જોકે, તેની રીક્ષા પડોશમાં રહેતા 42 વર્ષીય દિલીપભાઈ મોહનભાઈ પઢીયાર વાપરતા હતા. સામાન્ય રીતે તેઓને કંઈ પણ કામ હોય તો તેઓ રીક્ષા લઈને અવર-જવર કરતા હતા. દરમિયાન, દિલીપભાઈના ઉત્તરસંડા ખાતે રહેતા બહેનના ઘરે ગયેલા તેમના માતાને લેવા માટે તેમણે વિમળાબેન પાસે રીક્ષા માંગી હતી. એ સમયે તેમણે વિમળાબેનને પણ તેમની સાથે આવવા જણાવ્યું હતું. જેને પગલે વિમળાબેન અને દિલીપભાઈ બંને માતાને ઉત્તરસંડા લેવા માટે રીક્ષા લઈને નીકળ્યા હતા. પરંતુ રીક્ષા અવાર-નવાર રસ્તામાં બંધ થઈ જતી હોય તેઓ આણંદથી જ પરત અનગઢ જવા નીકળ્યા હતા.

દરમિયાન, રાત્રિના આઠ વાગ્યે તેઓ મોગર પાસેથી પસાર થતા હતા. એ સમયે દિલીપભાઈને પેશાબ લાગી હતી. જેને પગલે તેમણે નેશનલ હાઈવે નં 48 સ્થિત એક હોટલ પાસે તેમની રીક્ષા પાર્ક કરી હતી. અને રીક્ષાની ડ્રાઈવીંગ સીટમાંથી જમણી તરફથી તેઓ બહાર નીકળ્યા હતા. જોકે, એ જ સમયે પુરપાટ ઝડપે પાછળથી આવી ચઢેલી અજાણી ટેમ્પીએ તેમને ટક્કર મારતાં તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે વાસદ પોલીસે ટેમ્પીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...