અકસ્માત:બોરસદના બોદાલ ગેટ પાસે કારની ટક્કરે વૃદ્ધાનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધા પિયર જવાનું કહીને ઘરથી નીકળ્યાં હતાં

બોરસદ તાલુકાના બોદાલ ગામના ગેટ પાસે ઘરેથી પિયર જવાનું કહીને નીકળેલા વૃદ્ધાને કારે ટક્કર મારતાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બોરસદ તાલુકાના વાસણા ગામની ઈન્દીરા કોલોનીમાં રહેતા નૈયનાબેન મણિભાઈ ચાવડા શનિવારે બપોરે પિયર બોદાલ જવાનું કહીં ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન, તેઓ બોદાલ ગામના ગેટ સામેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે કારે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવ બાદ કારનો ચાલક તેમને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં વધુ સારવાર અર્થે તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...