તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ફીણાવમાં ઘરે જતી વૃદ્ધાને ટેમ્પીએ અડફેટે લેતાં મોત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઈના ઘરે ખબર-અંતર પૂછી પરત ફરતી વખતે ઘટના બની

ખંભાત તાલુકાના ફીણાવ પાસે ટેમ્પી ચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધા ભાઈના ઘરે ખબર-અંતર પૂછવા ગયા હતા. દરમિયાન, પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. ખંભાત તાલુકાના ફીણાવ ગામે લાલગુરૂ ચોક વિસ્તારમાં 45 વર્ષીય લાલજીભાઈ રાવજીભાઈ પટેલ 68 વર્ષીય માતા જશોદાબેન સાથે રહે છે. તેઓ ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. લાલજીભાઈના માતા જશોદાબેન સોમવારે રંગપુર ગામે પોતાના ભાઈ હરીશભાઈ રણછોડભાઈ પટેલના ઘરે ખબર-અંતર પુછવા ગયા હતા. અને રંગપુર ગામે રોકાઈ ગયા હતા.

મંગળવારે સવારે રિક્ષામાં બેસીને ફિણાવ ગામે પરત આવ્યા હતા. અને ફિણાવ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાંથી ઉતરીને રોડ પર ચાલતા જઈ રહ્યા હતા દરમિયાન એ સમયે પુરપાટ ઝડપે આવી ચઢેલા સુરત પાસીંગના ટેમ્પાએ તેમને અડફેટે લીધા હતા. જેને પગલે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ ટેમ્પીનો ચાલક ટેમ્પીને મૂકી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ગંભીર ઈજા પામેલા વૃદ્ધાને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ટેમ્પી ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...