• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • An Old Man From Valsad Died After A Milk Tanker Collided With Eicher After A Bizarre Accident On Expressway Near Eiser And Bus Near Anand.

ત્રિપલ અકસ્માત:આણંદ પાસે એક્સપ્રેસ વે ઉપર વિચિત્ર અકસ્માત, આયસર અને બસ અકસ્માત બાદ દૂધની ટેન્કર આયસર પાછળ અથડાઈ, વલસાડના વૃદ્ધનું મોત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોંગ સાઇડે આવેલી આયસર પ્રથમ એસટી બસ સાથે અથડાઇ
  • બસમાંથી ઉતરેલા મુસાફરો હજુ કંઇક કરે ત્યાં આયસરની પાછળ દૂધની ટેન્કર અથડાયું

આણંદ શહેર પાસેથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આવેલા ચિખોદરા સીમમાંથી શનિવારની મધરાતે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડે આવેલી આયસર પ્રથમ એસટી બસ સાથે અથડાઇ હતી. આ અકસ્માતના પગલે બસમાં ઉતરેલા મુસાફરો હજુ કંઇક કરે ત્યાં આયસરની પાછળ દૂધની ટેન્કર અથડાતાં આયસર બે મુસાફરને હડફેટે ચડાવ્યાં હતાં. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંબાજી ડેપોના ડ્રાઇવર મુકેશસિંહ અમરસિંહ સિસોદીયા ગઇકાલ સાંજના છ કલાકના સુમારે એસટી નં. (GJ-18-Z-3224)લઇ અંબાજીથી ઉંમરગામ જવા નીકળ્યાં હતાં. રાત્રિના 1-30 કલાકના સુમારે આ બસ આણંદ શહેર પાસેથી પસાર થતાં એક્સપ્રેસ વે પર આવેલી ચિખોદરા સીમમાંથી પસાર થઇ રહી હતી જે સમયે રોંગ સાઇડે આવેલી આઇસર ગાડીએ બસને ખાલી સાઇડે ટક્કર મારી હતી. જેના કારણે બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. મધ્યરાત્રિએ બસ અને આયસર વચ્ચે અકસ્માત થતાં બસમાં મુસાફરી કરતાં 46 જેટલા મુસાફર ભારેનિંદ્રામાંથી જાગી ગયાં હતાં. સદ્દનસીબે આ અકસ્માત સમયે કોઇ મુસાફરને જાનહાની થઇ નહોતી.

મહત્વનું છે કે, આ દરમિયાન બસના મુસાફર બાથરૂમ જવા માટે નીચે ઉતર્યાં હતાં.તેઓ અકસ્માતગ્રસ્ત આયસર પાસેથી પસાર થતાં હતાં. આ સમયે પાછળ પુરપાટ ઝડપે આવી ચડેલી દૂધની ટેન્કરે આયસરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આયસર પાસેથી પસાર થતાં મુસાફર રમેશચંદ્ર મગનલાલ પંચાલ (ઉ.વ.70) (રહે. વલસાડ)નું ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફર દેવાભાઈ નાથાભાઈ દરજી (ઉ.વ.58, રહે. સુરત)ને ઇજા પહોંચતા કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત અન્ય ચારથી પાંચ મુસાફરને સામાન્ય ઇજા થઇ હતી. આ અંગે એસટી બસના ચાલક મુકેશસિંહ સિસોદીયાએ આણંદ ગ્રામ્ય પોલીસમાં આયસર નં. યુપી 86 ટી, 7698ના ચાલક તેમજ દૂધની ટેન્કર નં.જીજે 21 ડબલ્યુ 5730ના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...