આણંદ શહેરમાં તુલસી ગરનાળા પાસે આવેલા સાભાઈ રામ પાર્ક ખાતે 60 વર્ષીય ગુણવંતભાઈ બાબુભાઈ સોલંકી પરિવાર સાથે રહે છે. તેઓ ચિખોદરા ચોકડી ગેલોપ્સ હોટલ સામે ચાની લારી ચલાવતા હતા. અને દરરોજ ઘરેથી સવારમાં ચાની લારી પર જતા હતા. અને બપોરે ઘરે જમવા આવતા હતા. ત્યારબાદ પરત ચાની લારી ખાતે જઈને સાંજે ઘરે પરત આવતા હતા. શુક્રવારે સાંજે ચાર વાગ્યે તેઓ સાઈકલ લઈને રાજોડપુરા તરફથી આવતા હતા.
દરમિયાન, એ સમયે ચિખોદરા ચોકડી સ્થિત પેટ્રોલ પંપ સામે વડોદરા પાસીંગની કારના ચાલક રાહુલ વિધ્યાધર ગોખલે (રહે. વડોદરા)એ પોતાની કાર પુરઝડપે હંકારી સાઈકલ સવાર વૃદ્ધને ટક્કર મારી હતી. જેને પગલે તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પુત્ર મુકેશભાઈ સોલંકીની ફરીયાદના આધારે પોલીસે કાર ચાલક રાહુલ ગોખલે વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.