તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વલાસણ ગામ નજીક પુરપાટ ઝડપે જતી પીકઅપ વાને રીક્ષાને ટક્કર મારી, ઘટનાસ્થળે વૃદ્ધાનું મોત

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જાયા બાદ પીકઅપ વાનનો ચાલક ફરાર થઈ ગયો
  • અકસ્માતમાં ઈજાગ્રસ્ત અન્ય મુસાફરોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા

આણંદના સોજીત્રા માર્ગ પર વલાસણ ગામ નજીક ગુરૂવાર સવારે પુરપાટ ઝડપે જતી પીકઅપ વાનના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષામાં સવાર મહિલાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાયા બાદ પીકઅપ વાનનો ચાલક ફરાર થઈ ગયો હતો.

આણંદ-સોજીત્રા માર્ગ પર વલાસણ ગામ નજીક આજે સવારના સુમારે રીક્ષા મુસાફરો ભરી પસાર થઈ રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે જતી પીકઅપ વાનના ચાલકે રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જી પીકઅપ વાનનો ચાલક વાન લઈ ભાગી છુટ્યો હતો. આ ઘટનાને લઈને રીક્ષામાં બેઠેલ ઉમરેઠના ખારવાવાડી વિસ્તારના રહીશ મહિલા કોકીલાબેન ભોઈ (ઉ.વ.62)ને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા પીકઅપ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અકસ્માત સર્જનાર બોલેરોમાં ઘોડા હતા અને પાછળ બગી બાંધેલી હતી

વલાસણ પાસે અકસ્માત સર્જનાર બોલેરોનો ચાલક ઘટના બાદ ભાગી ગયો હતો. પરંતુ નજરે જોનારા વ્યક્તિના કહેવા પ્રમાણે આ પીકઅપ વાનની પાછળ બે ઘોડા હતાં અને પાછળ બગી બાંધેલી હતી.મહત્વનું છે કે આ રિક્ષામાં સવાર અન્ય મુસાફરો ને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી જેઓને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા .આ અંગે પોલીસે બગીવાળાઓની પૂછપરછ હાથ ધરી છે.

જોખમમાં મુક્તી રિક્ષાઓ ઉપર અંકુશ મુકવા માંગ કરાઇ

આણંદ જિલ્લામાં બસ રૂટ નિયમિત થયા નથી. મુસાફરોને મળે તે વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે શટલ રિક્ષાઓને મોકળું મેદાન મળી ગયું છે. આણંદ જિલ્લાના રાજમાર્ગો પર શટલ રીક્ષાઓ બેફામ ફરતી થઈ છે. તેમાં મુસાફર નાગરિકોના જીવ જોખમમાં મુકતી આ રિક્ષાઓ ઉપર અંકુશ મુકવા માંગ ઉઠી છે. આ ઉપરાંત આરટીઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલીંગનો પણ અભાવ હોવાના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...