આણંદ જિલ્લામાંથી પસાર થતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર આંકલાવડી ગામની સીમમાં મૂળ અમદાવાદના હાલમાં બોટાદ મિત્રના ઘરે રહેતા વૃદ્ધને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
અમદાવાદ શહેરમાં ગુલાબ ટાવર રોડ ઘાટલોડિયા વિસ્તારમાં 22 વર્ષીય મનન ભરતભાઈ દવે પરિવાર સાથે રહે છે અને ટુરીઝમ કન્સલ્ટન્સીનો ધંધો કરી જીવન ગુજરાન ચલાવે છે. મનનભાઈ દવેના મોટા પપ્પા 64 વર્ષીય વસંતભાઈ વાસુદેવભાઈ દવે અપરણીત હતા અને સાત વર્ષથી બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે પોતાના મિત્ર જલુભા મનુભા પરમાર સાથે જ રહેતા હતા.
ગુરૂવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે વડોદરા એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસે આણંદ તાલુકાના આંકલાવડી ગામની સીમમાં વાહનની રાહ જોતા ઊભા રહ્યા હતા. દરમિયાન, કોઈ અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને કારણે તેઓ રોડ ઉપર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન થઈ ગયા હતા. દરમિયાન, તેઓના પેટ અને માથાના ભાગ ઉપરથી ઘણા બધા વાહનો પસાર થઈ જતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.