ચોરીનો પ્રયાસ:આણંદના તારાપુરમાં એક ઈસમે ATM તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે દબોચ્યો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરવાના ઈરાદે ATM તોડવાનો પ્રયાસ કરતા સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી

આણંદના તારાપુરની નાની ચોકડી પાસે આવેલા એટીએમમાં ચોરી કરવાના ઈરાદે એક ઈસમે તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચોરી કરવા માટે ઘુસેલા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે પોલીસે હાલ વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આણંદમાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પૈસાની તંગી દૂર કરવા કે મોજશોખનો ખર્ચો મેળવવા કેટલાક માથાભારે લોકો ચોરી તરફ તરફ વળી રહ્યા છે. ત્યારે તારાપુરની નાની ચોકડીએ એસબીઆઈનું એટીએમ સેન્ટર આવેલું છે. જેમાં આજે શનિવારે વહેલી સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે સિક્યુરિટીનો માણસ કઈક કામ સબબ ફરજ સ્થળની આસપાસ ગયો હતો. જે દરમિયાન એક ઈસમ એટીએમમાં પ્રવેશ્યો હતો

આ ઈસમ પાસે એટીએમ કાર્ડ તો ન હતું પરંતુ તેણે બાઈકની ચાવી એટીએમમાં નાખી મશીનને ખોલવાનો અથવા તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પહોંચતા જ તેને આ ઈસમની શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ પોલીસને જાણ કરી હતી.

તારાપુર પોલીસ પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ ઈસમને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તેનું નામઠામ પુછતાં તે વિજય ફુલાભાઈ ચૌહાણ (રે. બામણવા)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના વિરૂદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...