• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • An Inter college Football Competition Was Held At Vidyanagar based Sardar Patel University, 234 Students From 13 Colleges Participated.

ફુટબોલ સ્પર્ધા:વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આંતર કોલેજ ફુટબોલ સ્પર્ધા યોજાઇ, 13 કોલેજના 234 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય ફુટબોલ એસોસીએશનના રેફરી હાજર રહ્યા

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આતંર ફુટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 13 કોલેજના 234 રમતવીરોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય ફુટબોલ એસોસીએશનના રેફરી બોલાવામાં આવ્યા હતા.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આતંર ફુટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 કોલેજના 234 રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના સમારોહમાં બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્ય ધર્મેન્દ્ર રાયકુંડલીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય ફુટબોલ એસોસીએશનના રેફરી હાજર રહ્યા હતા. આ સ્પર્ધાનું સંચાલન સ્પર્ધાના કન્વીયર વી.પી. સાઈન્સ કોલેજના ડો. જયંતીભાઈ ચૌહાણ, એસ.આઈ, પટેલ ઈપ્કોવાલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ પેટલાદના ડો.કિરણભાઈ પટેલ, એમ.એસ પટેલ કોલેજ ઓફ હોમસાયન્સ કોલેજના રણજીતભાઈ ભગોરા અને શારીરિક શિક્ષણ વિભાગના કર્મચારીઓએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...