પશુઓની સંખ્યા વધી:જિલ્લામાં દૂધાળા પશુઓની સંખ્યામાં 81 હજારનો વધારો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19મી ગણતરીમાં 6,96,879ની સરખામણીમાં 20મી ગણતરીમાં 7,78,204 પશુઓ નોંધાયા
  • પોલ્ટ્રીના હબ ગણાતા આણંદ જિલ્લામાં 45 લાખ ઉપરાંત મરઘાં

માનવ વસતીમાં જે રીતે સતત વધારો થઇ રહ્યો છે તેમ પશુધનની વસતી પણ વધી રહી છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો પાંચ વર્ષમાં દૂધાળા પશુઓની સંખ્યામાં 12 ટકા એટલે કે લગભગ 81 હજારથી વધુ પશુઓની સંખ્યા વધી છે. અગાઉ 2012માં યોજાયેલી 19મી ગણતરીમાં દૂધાળા પશુની સંખ્યા 6,96,879 હતી તે પાંચ વર્ષ પછીની 20મી ગણતરીમાં વધીને 7,78,204 થઇ છે. જિલ્લામાં સૌથી વધુ 1,55,592 પશુ બોરસદ તાલુકામાં જ્યારે સૌથી ઓછા 50241 તારાપુર તાલુકામાં નોંધાયા હતા.

તેવી જ રીતે મરઘાંની વાત કરીએ તો આણંદ તાલુકામાં 3.47 લાખ અને સૌથી ઓછા મરઘાં તારાપુરમાં 1188 નોંધાયા છે. જયારે અન્ય દૂધાળા પશુઓમાં ઉમરેઠ તાલુકામાં 1 હજાર બકરી છે. જિલ્લામાં 5028 બકરીઓ છે. જિલ્લામાં ઘેટા 70269 નોંધાયા છે. જયારે 800 જેટલા ઉંટ ધરાવે છે. આમ કુલ પશુઓની સંખ્યા 7.78 લાખ ઉપરાંત છે. આણંદ જિલ્લામાં અઢી લાખ ઉપરાંત પરિવારો દૂધાળા પશુ ધરાવે છે અને 100થી વધુ મરઘા ઉચેર કેન્દ્ર છે.

આણંદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા 2021માં પશુઓની ગણતરી માટે 40થી વધુ ટીમો અને ગ્રામસેવકોને જોડવામાં આવ્યા હતા. જયારે ગામમાં રખડતા પશુઓની સંખ્યા અને અન્ય પશુઓની સંખ્યા ગ્રામ પંચાયતના સરપંચ કે કોઇ આગેવાન પાસેથી મેળવીને તેના આધારે ડેટા તૈયાર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં 5 દાયકાથી પશુ પાલનનો વ્યવસાય ફુલીફાલ્યો છે. મોટા ભાગના ગામડાઅોમાં પશુ પાલન તરફ વળી લોકો જીવન ગુજરાન ચલાવે છે. તેના કારણે પશુઅોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.હાલમાં પણ સરકારે પશુ પાલન અંગે વિવિધ યોજનાઅો મુકી છે.

બતક-મરઘાં
તાલુકો20મી ગણતરી
આણંદ3750220
આંકલાવ2232
બોરસદ88605
ખંભાત7740
પેટલાદ347273
સોજીત્રા11898
તારાપુર1188
ઉમરેઠ176185
દૂધાળા પશુઓની સંખ્યા
તાલુકો19મી ગણતરી20મી ગણતરી
આણંદ113340134862
આંકલાવ5829465055
બોરસદ141118155592
ખંભાત113949122637
પેટલાદ8852999363
સોજીત્રા6612770496
તારાપુર4736850241
ઉમરેઠ6815479958

​​​​​​​પશુઓમાં 12 ટકાનો વધારો
આણંદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે પશુઓની વસતી ગણતરી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને દૂધાળા પશુઓની અને અન્ય પશુઓની ગણતરી કરવામાં આવે છે. સાથે સાથે રખડતા કુતરા, મરઘાં, ગધેડા, ઉંટ વગેરેની ગણતરી પણ કરાય છે. હાલમાં 20મી મતગણતરી દરમિયાન જિલ્લામાં સરેરાશ પશુઓની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે. જયારે મરઘાની સંખ્યામાં ખાસ વધારો જણાયો નથી. - સ્નેહલ પટેલ, પશુપાલન અધિકારી, આણંદ

અન્ય સમાચારો પણ છે...