ઉતારો વધશે:આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં શિયાળુ વાવેતરમાં 3 હજાર હેક્ટરનો વધારો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીના પગલે ઘઉં,બટાટા,ચણા, રાઈના પાકને ફાયદો થવાની આશા

આણંદ જિલ્લામાં ડિસેમ્બરમાં માવઠા બાદ એકાએક ગરમી નું પ્રમાણ વધ્યું હતું. ડિસેમ્બરના અંતિમ સપ્તાહ બાદ પુનઃ ઠંડી નું પ્રમાણ વધતાં રવી સીઝન માટે વાતાવરણ એકદમ અનુકૂળ બન્યું છે જિલ્લામાં તમાકુ સિવાય અંદાજે 1.05 હેકટર માં ઘઉં સહિત અન્ય પાકનું વાવેતર થયું છે.

આ અંગે આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ ના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં સરેરાશ ત્રણ વર્ષ માં1 .72 લાખ હેકટર માં રવી પાકનું વાવેતર થાય છે. ગત વર્ષ ની તુલના માં આ વખતે ત્રણ હજાર હેકટર જમીનમાં વાવેતર વધ્યું છે.

જો કે સરેરાશ વાતવેર કરતાં 4 હજાર હેકટરમાં વાવેતર ઘટયું છે. આણંદ જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાંક સમયથી પાકની પેટને અવારનવાર બદલી રહ્યાં છે. હાલમાં ખેડૂતો શાકભાજી તરફ વળ્યાં છે. જેના કારણે શાકભાજીનું વાવેતર ગત વર્ષ કરતાં 4407 હેકટર વધ્યું છે.

તો બીજી બાજુ કેટલાંક તાલુકામાં ગુબાલ , હજારી ગલગોટાની ખેતીમાં વધારો થયો છે. ગતવર્ષે ડિસેમ્બર મહિનામાં રૂા 1,66,792 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું .તેની સામે ચાલુવર્ષે 1,69,822 હેકટરમાં વાવેતર થયું છે. આમ ત્રણ હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...