20 વર્ષની વિકાસ યાત્રા:આણંદ ખાતે 9 થી 15 જૂન દરમિયાન 50 સ્ટોલ સાથે પ્રદર્શન અને મેળો યોજાશે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાની જનતાને આ મેળો અને પ્રદર્શનનો લાભ લેવા કલેકટર મનોજ દક્ષિણીનો અનુરોધ

આણંદ ખાતે વંદે ગુજરાત 20 વર્ષના સાથ 20 વર્ષનો વિશ્વાસ સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ જિલ્લા કક્ષાના મેળો આગામી તા.9 જૂન 2022 થી તા 15 જૂન 2022 દરમ્યાન સાત દિવસીય મેળો વૃંદાવન ગ્રાઉંન્ડ, બિગ બજારની બાજુમાં, વિદ્યાનગર રોડ, આણંદ ખાતે યોજાશે.જેમાં 50 સ્ટોલ સાથેના મેળા, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયાત, આત્મા પ્રોજેકટ, આર્યુવેદ, ખેતીવાડી, અમુલ, સખીમંડળો, ખંભાતના અકીકની બનાવટો ઉપરાંત અન્ય સ્ટોલ રાખવામાં આવનાર છે. રમત ગમત વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

મહત્વનું છે કે આણંદ કલેકટર દ્વારા આ મેળાની વ્યવસ્થા માટે બેઠક બોલાવી સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં સ્ટોલની સાઇઝ, સ્ટાફ વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, ટોઇલેટની સુવિધા, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા, વિદ્યુતની વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી અને માળખાકીય સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓએ સાથે થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ મેળાનો લાભ લેવા આણંદ જિલ્લાની જનતાને અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગઢવી સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઇસીડીએસ, બાગાયાત, આર્યુવેદ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, અમુલ, રમત ગમત વિભાગના અધિકારીઓ અને આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...