અનલોક જ આફત બની:આણંદ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો ત્યારે તંત્રની નાથવા માટે કવાયત

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસમાં જ માસ્ક વગરના 4064 ઝડપાયાં
  • મે-જુનમાં આરામ, જુલાઇમાં પોલીસ પાલિકાની ઝૂંબેશ

આણંદ જિલ્લમાં લોકડાઉન1 એન 2માં માત્ર 98 કેસ નોધાયા હતાં. કોરોના સંક્રમણ મંથર ગતિએ ચાલી રહ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે જાહેર કરાયેલા નિયમનો પાલન કરવામાં કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી. મે, જૂનમાં તો એક પણ કેસ કરવામાં આવ્યો ન હતો. જેના પગલે અનલોક-1માં કોરોના સંક્રમણ બેકાબુ બની આંક 150 સુધી પહોચીં ગયો હતો. જેને લઈને આણંદ જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકાઓ અને પોલીસ તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવા માટે અનલોક-2માં સરકારની ગાઈડ લાઈનને ચુસ્ત પણે અમલ કરીને જિલ્લામાં ચાર દિવસમાં માસ્ક વગર ફરતાં 4064 નાગરિકોને ઝડપી પાડીને દંડ વસૂલવામાં આવ્યો છે. આ કામગીરી મે માસમાં કરી હોતતો કેસોની સંખ્યામાં ઘટોડો થયો હોત તેમ જાગૃત નાગરિકોનું માનવું છે. 

માસ્ક પહેર્યા વગરના લોકો સામે સ્થાનિક પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી આણંદ-બોરસદ-ખંભાત-પેટલાદ-આંકલાવ-ઉમરેઠ-તારાપુર સહિતના તાલુકાઓમાં વિશેષ જુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે અનલોક-2માં 4064 નાગરિકોને માસ્ક વગર ઝડપી પાડી તેઓની પાસેથી 8.12 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ
જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ દ્વારા જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા અને એક બીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુંરોધ કરવામાં આવી રહ્યો છે. અને જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે. તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. તેને ધ્યાને લઈ લોકોમાં જાગૃતિ આવે અને માસ્ક પહેરતાં થાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા અજીત રાજીયનના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...