તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર અને તેની માતાએ સોમવારે બપોરે તેમના ઘરે ઝેરી દવા ગટગટાવીનેે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંને શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ સંદર્ભે વિદ્યાનગર પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં પીડિતને રૂપિયા 18 લાખનું દેવું થઈ ગયું હોય પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના કમ્પ્યુટર સેન્ટરમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ બાબુભાઈ શાંહ અને તેની માતા મંદાબેન શાહે સોમવારે બપોરે ત્રણ કલાકે ઝેરી દવા ગટગટાવી હતી. જોકે, આ અંગેની જાણ તેણે પગલું ભરતાં પહેલાં તેના સહકર્મીને સોશ્યલ મીડિયા પર મેસેજ કરીને કરી હતી. જેને પગલે યુનિવર્સિટીનો સ્ટાફ તાબડતોડ યુિનવર્સિટી ક્વાટર્સમાં આવેલા તેના ઘરે દોડી ગયો હતો. બીજી તરફ આ અંગેની જાણ 108ને કરાતા એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. માતા-પુત્ર બંનેએ દરવાજો બંધ કરીને મૃત્યુને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. હાજર લોકોએ દરવાજો તોડીને તાત્કાલિક તેમને શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલમાં બંને આઈસીયુમાં સારવાર હેઠળ છે.
શ્રીકૃષ્ણ હોસ્પિટલના તબીબ અમન ચુડાસ્માની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે બનાવ સંદર્ભે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એવું કહેવાય છે કે, યુવક પાસેથી અંત્તિમચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં તેણે કેટલાંક નામનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં તેણે લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા. દેવું 18 લાખ સુધીનું થઈ ગયું છે. આર્થિક ભીંસમાં આવી ગયો હોય પૈસાની ભરપાઈ નહીં થઈ શકે તેમ માનીને તેણે પગલું ભર્યું હોવાનું વિદ્યાનગરના હેડ કોન્સ્ટેબલ અને તપાસ અધિકારી સબુરભાઈએ જણાવ્યું હતું. હાલમાં પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે લઈ તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, તેણે સ્યુસાઈડ નોટમાં મોબાઈલ નંબર સાથે તેણે કોને પૈસા આપવાના હતા તેનો ઉલ્લેખ કર્યો છે. જેને પગલે પોલીસે તેમનો સંપર્ક સાધ્યો છે.
યુનિવર્સિટીમાં ઉધઈની ટ્રીટમેન્ટ કરાવનારા પાસેથી દવા લઈ ગયો હતો
સમગ્ર ઘટના સંદર્ભે વાત કરતા વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, થોડાં સમય પહેલાં યુનિવર્સિટીમાં ઉધઈની ટ્રીટમેન્ટ કરાવી હતી. તેની પાસેથી યુવક દવા લઈ આવ્યો હતો અને તેણે ગટગટાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં યુનિવર્સિટી સંકુલમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેણે મહત્તમ મહિલા કર્મીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને પૈસા પાછા ન આપવા પડે તે હેતુસર પગલું ભર્યું હતું. અગાઉ દોઢેક વર્ષ પહેલાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પાંચેક વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો
હાલમાં સમગ્ર યુનિવર્સિટી સંકુલમાં ખૂબ જ ચર્ચાનો મુદૃો બનેલા આ કેસમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, તેને યુનિવર્સિટીમાં જ એક મહિલા કર્મચારી સાથે સંબંધ હતો. અને પાંચેક વર્ષ પહેલાં તે તેણીને લઈને અમેરિકા પણ ગયો હતો. એ વખતે પણ તેણે ખૂબ જ ખર્ચો કરી નાંખ્યો હતો. હાલમાં યુવકના સંબંધને લઈને પણ યુનિવર્સિટી સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ હરપાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નાણાની ઊઘરાણી કરનારા તમામ લોકોની સઘન પૂછપરથ હાથ ધરાશે, એ પછી કાર્યવાહી કરવામાં આવશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.