તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઉમલાવમાં અગાઉની અદાવતે ચપ્પાથી હુમલો કરી ઈજા પહોંચાડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાનથી મારી નાખવાની ઘમકી આપતા ફરિયાદ નોંધાઈ

બોરસદના ઉમલાવ ગામે અગાઉના ઝઘડાની રીસ રાખીને ચપ્પાથી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાદરણ પોલીસ મથકમાં નોંધાઇ છે.ઉમલાવ ગામે હર્ષદપુરા સીમ વિસ્તારમાં શકુબેન નટુભાઈ સોમાભાઈ પરમાર પોતાના પતિ સહિતના પરિવાર સાથે રહે છે. અને ઘરકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓના જેઠ મગનભાઈના દિકરા મુકેશભાઈ મગનભાઈ પરમાર સાથે શકુબેનના દીકરા પ્રકાશને 25 દિવસ અગાઉ ઝઘડો થયો હતો. અને સમાધાન થઈ ગયું હતું. તેમ છતા મુકેશભાઈ પરમાર દારૂ પીને રોજ ખોટી રીતે શકુબેન તેમજ તેમના દીકરા પ્રકાશને હેરાન કરતો હતો.

શુક્રવારે બપોરના અરસામાં શકુબેન, તેઓના પતિ નટુભાઈ અને નાનો દીકરો પ્રકાશ, મોટો દીકરો રમેશભાઈ સહિતનાં પરિવારજનો ઘર આગળ બેઠા હતા. ત્યારે મુકેશભાઈ મગનભાઈ પરમાર પોતાના હાથમાં ચપ્પુ લઈને આવી ગાળો બોલતો હતો.

જેથી ગાળો બોલવાં બાબતે ઠપકો આપતાં અગાઉના ઝઘડાની રીસ રાખી મુકેશ પરમારે ઉશ્કેરાઇ જઇ ચપ્પાથી પ્રકાશને મારવા જતા નટુભાઈ વચ્ચે પડતા હાથમાં ઈજા કરી હતી તેમજ શકુબેન, પ્રકાશ, અને રમેશભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શકુબેન નટુભાઇ પરમારની ફરિયાદના આધારે ભાદરણ પોલીસે મુકેશભાઈ મગનભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...