જિલ્લામાં 15મી જાન્યુઆરી 2021થી વેક્સિનનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 18 લાખ ઉપરાંત લોકો છે. તેમાંથી કેટલાંક લોકો બીમારીના કારણે વેક્સિન લઈ શકે તેમ ના હોવાથી 17.96 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ 1708104 અને બીજો ડોઝ 1614629 આપવામાં આવ્યો છે. આમ પ્રથમ ડોઝમાં 95.10 ટકા અને બીજો ડોઝમાં 94.52 ટકા કામગીરી થતાં બંને ડોઝનું સરેરાશ 94.81 ટકા રસીકરણ થયું છે.
આણંદ જિલ્લામાં 15 થી 18 વર્ષના 1,08,858 બાળકોમાંથી 1,03,624 બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે પ્રિકોશન ડોઝ 71606 લોકોને અપાવામાં આવ્યો છે. આંકલાવ તાલુકામાં બીજા ડોઝમાં સૌથી વધુ 100 ટકા ઉપરાંત કામગીરી થઇ છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અન્ય તાલુકાના લોકોએ આ તાલુકામાં આવી વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાથી ટકાવારી વધી ગઇ છે. બીજા ડોઝમાં તારાપુર તાલુકામાં 98.34 ટકા વેક્સિનની કામગીરી થઇ છે. જયારે આણંદ, બોરસદ, ખંભાત અને ઉમરેઠ તાલુકામાં 96 ટકા કામગીરી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.