તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગણેશ વિસર્જન માટે વ્યાયામ શાળામાં કૃત્રિમ તળાવ બનાવાશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરના ગોયા તળાવમાં પાણી નહીં હોવાથી સુકાઈ ગયેલુ તસવીરમાં નજરે પડી રહ્યું છે. - Divya Bhaskar
આણંદ શહેરના ગોયા તળાવમાં પાણી નહીં હોવાથી સુકાઈ ગયેલુ તસવીરમાં નજરે પડી રહ્યું છે.
  • બાકરોલ તળાવમાં પણ વ્યવસ્થા કરવામાં આવશે
  • ઓછા વરસાદના કારણે ગોયા તળાવ સહિતના જળસ્ત્રોત ખાલી હોવાથી પાલિકાનો નિર્ણય

રાજ્ય સરકારે ગણેશોત્સવને લઈને ગાઇડલાઇન અને એસઓપી જાહેર કરી નિયંત્રણો હળવા કર્યા છે ત્યારે શહેરના મુખ્ય ગોયા તળાવમાં પાણી નહીં હોવાથી આણંદ પાલિકાએ વ્યાયામ શાળામાં કૃત્રિમ તળાવ બનાવવાનો અને બાકરોલ તળાવમાં મૂર્તિઓ વિસર્જનનો નિર્ણય કર્યો છે. જયારે 2 ફુટ સુધીની મૂર્તિઓ ઘરઆંગણે જ વિસર્જન કરવામાં આવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ ગણેશોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્ય ગણેશ મંડળો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવાઇ છે. અલબત્ત વિસર્જન ક્યાં કરવું તે બાબતે અસમંજસ હતી. અગાઉના વર્ષોમાં સારા વરસાદના કારણે શહેર મધ્યે આવેલા ગોયા તળાવમાં સારું પાણી રહેતું હતું.

પરંતુ આ વર્ષે સાવ ખાલી જેવી સ્થિતિમાં હોવાથી મૂર્તિઓનું વિસર્જન ક્યાં કરવું તે બાબતે આયોજકો અને તંત્ર મુંઝવણમાં હતું. આ બાબતે આજે આણંદ નગરપાલિકા દ્વારા ગણેશ પ્રતિમાઓ વિસર્જન માટે આજે ચર્ચા વિચારણા માટે મિટીંગ યોજાઈ હતી. જેમાં વ્યાયામ શાળા ખાતે તળાવ બનાવવાનો અને બાકરોલ તળાવમાં પણ મૂર્તિ વિસર્જનની છૂટ આપવાનો નિર્ણય કરાયો હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...