રજુઆત:આણંદમાં ડો.અબ્દુલ કલામની પ્રતિમા મુકવા આવેદન અપાયું

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પાલિકાની સભામાં એજન્ડામાં મૂકી મંજૂરીની માગ

આણંદ શહેરમાં લોટીયા ભાગોળ મહારાણા પ્રતિમા મુકવા આવ્યા બાદ શહેરમાં ઠેર ઠેર પ્રતિમા મુકવાનો સીલસીલો શરૂ થઇ ગયો છે.ત્યારે આણંદ મહેન્દ્રા ચોકડી પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ભારત રત્ન ડો એ.પી.જે કલામની અડધા કદની કાસ્યધાતુની પ્રતિમા મુકવા માટે આગામી સભામાં એજન્ડામાં મુકી મંજુરી આપવા આણંદ પાલિકાના કોંગ્રેસ, અપક્ષ કાઉન્સિલરો ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આણંદ નગરપાલિકાના કાઉન્સિલર મહેશભાઇ વસાવા અને કોંગ્રેસના ઇલ્યાસ આઝાદે જણાવ્યું હતું કે,આગામી યોજાનાર સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ દ્વારા મહેન્દ્રશાહ ચોકડી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ડો. અબ્દુલ કલામની અડધાકદની કાસ્ય પંચ ધાતુની પ્રતિમા મુકવવા એજન્ડા કામોમાં સમાવેશ કરવાની માંગ કરી હતી તેમજ વહેલી તકે મંજૂરી આપવામાં આવે તેવી માગ ઉચ્ચારી છે. આ અંગે આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર એસ. કે. ગરવાલને લેખિત આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...