તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં બજરંગદળના કાર્યકર્તા રીંકુ શર્માની મુસ્લિમ જેહાદીઓ દ્વારા કરાયેલ ઘાતકી હત્યા મામલે જવાબદારોને કડક સજાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને લખેલ આવેદનપત્ર બજરંગ દળ, વિહિપ-આણંદ જિલ્લા દ્વારા આજે કલેકટર, આણંદને આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દિલ્હીના મંગોલપુરીના કાર્યકર્તા રીન્કુ શર્મા પણ રામભકતોની સાથે નિધિ એકત્ર કરવા જતા હતા. જેઓને આ કાર્યમાં ન જવા શેરીના મુસ્લિમ યુવકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. 10 ફેબ્રુ.2021ના રોજ રાત્રે 10 કલાકે શેરીના મુસ્લિમ જેહાદીઓ દ્વારા રીન્કુ અને તેના પરિવાર પર ચાકુથી હૂમલો કરાયો હતો. રીન્કુની પીઠ પર ચાકુથી ઇજાઓ પહોંચતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં પણ રીન્કુ પર ચાકુ વડે ઘાતક હૂમલો કરાતા તેઓનું નિધન થયું હતું.
દેશમાં વિવિધ સ્થળોએ અગાઉ પણ હિન્દુ સમાજ પર હૂમલા, હત્યાની ઘટનાઓ બની હતી. જેમાં જેહાદી માનસિકતા ધરાવતા તત્વોએ હિન્દુ સમાજ માટે દેશવ્યાપી ષડયંત્ર ઘડ્યાનો આવેદનમાં ઉલ્લેખ કરાયો છે. આથી આવા જેહાદી કૃત્યો કરતા અસામાજીક તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આણંદ કલેકટરને આવેદનપત્ર આપવા સમયે રૂપેશ પંચાલ(વિહિપ, ઉ.ગુ.પ્રાંત), ઉમેશ ઠકકર (જિલ્લા મંત્રી,વિહિપ), આકાશ રાવ (જિલ્લા અધ્યક્ષ, બજરંગદળ), પ્રકાશ રાજપૂત (ગૌરક્ષા દળ) ,યોગેશ શર્મા,જગદીશ પ્રજાપતિ,પ્રવિણસિંહ રાજપૂત,ભાવેશ પ્રજાપતિ,મોહનસિંહ રાજપૂત,અમિત રબારી,સંજય પ્રજાપતિ,મનીષ પ્રજાપતિ તથા બીજા બજરંગદળ નાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.