તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચરોતર પંથકમાં ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા સૌપ્રથમવાર ઓપન હાર્ટ સર્જરી ક્ષેત્રે ટીએવીઆઈ પદ્વતિના ઉપયોગથી ટાંકા વગર આણંદના 82 વર્ષી રૂક્ષ્મણીબેન પટેલની વાલ્વ બદલવાની પદ્વતિથી સારવાર કરાઇ હતી.
આ અંગે આણંદ ઝાયડસ હોસ્પિટલના સ્ટ્રકચરલ હાર્ટના ડો.ઋત્વિક ત્રિવેદી અે જણાવ્યું હતું. સામાન્ય સંજોગોમાં દર્દીઆેને હાર્ટના વાલ્વની બિમારી હોય તો ઓપન હાર્ટ સર્જરી દ્વારા વાલ્વ બદલવામાં આવે છે. પરંતુ આણંદના 82 વર્ષના રૂક્ષ્મણી પટેલને બે વાલ્વની તરકલીફ હતી.ઓરોટીક વાલ્વ કે જે હ્દયના ડાબા ક્ષેપક અને મહાધમની વચ્ચે લોહીના પ્રમાણનું નિયંત્રણ કરતો હોય તે પણ ખુબ જ સાંકડો હતો. જેના કારણે ફેફસાની નળીમાં દબાણ થવાની હાર્ટ ફેલ્યોરની પરિસ્થીતી ઉદભવી હતી. રૂક્ષ્મણીબેનને વાલ્વની બિમારી,નબળા ફેફસા, કિડનીની સામાન્ય તકલીફ અને ઉંમરને ધ્યાનમાં લેતાં ઓપન હાર્ટ વાલ્વની સર્જરીનું જોમખમ વધુ જણાતાં ઝાયડસ હોસ્પિટલ આણંદના ડો.ઋત્વિક ત્રિવેદી, સીની.કાર્ડિયોલોજીસ્ટ ડો.ગોરવ ગોયેલ, ડો. પુનિત રાવલ દ્વારા ટીઅેવીઆઈ પદ્વતિથી (ઓરેશન (ચીરા) વગર વાલ્વ બદલવાની) પદ્વતિ વડે પગમાંથી કેથેટર મારફતે સફળતા પૂર્વક રૂક્ષ્મણી પટેલની સારવાર કરવામાં આવી હતી.
આ અંગે રૂક્ષ્મણીબેન પટેલ તેમજ તેઓના સ્વજનોઅે ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા પુરી પાડવામાં આવેલી દાક્તરી સેવાઆેને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના ભાદરણના વતની પંકજ પટેલ (ચેરમેન, ઝાયડસ કેડીલા) દ્વારા તબીબી ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અત્યાધુનિક આરોગ્ય માળખું અને ઉચ્ચ અભ્યાસી અને નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા હ્દય જેવી ઘણી જટીલ સેવાઆે સરળતાથી મળી રહે તેવી દ્વષ્ટીથી આણંદ ખાતે ઝાયડસ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.