કાર્યવાહી:અમૂલની ચૂંટણીને લઈ ડેરી રોડ પર પ્રતિંબધ મૂકાયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 6 થી સાંજે 6 સુધી માર્ગ બંધ રહેશે

ધ ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંધ લી. આણંદ અમૂલ ડેરી ખાતે 28મી ઓગષ્ટના રોજ ચુંટણી યોજાવાની હોઈ મોટી સંખ્યામાં મતદારો વાહનો લઈને મતદાન માટે આવનાર હોઈ ટ્રાફિકને લગતી સમસ્યા ઉભી થવાની સંભાવનાઓ રહેલ છે જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 29મીના રોજ સવારના 6થી સાંજના 6 સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રાખી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.

ચિખોદરા ચોકડી, ગણેશ ચોકડી થઈ જુના બસ સ્ટેન્ડ તરફ જતા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી વૈકલ્પિક રસ્તા તરીકે બોરસદ ચોકડી લોટીયા ભાગોળ, બળીયાદેવ ચોકડી, વ્યાયામશાળા, શાસ્ત્રી મેદાન, ગુરૂદ્વારા સર્કલ શાક માર્કેટ થઈ જુના બસ સ્ટેન્ડ તરફના માર્ગ રહેશે. જ્યારે આણંદના જુના બસ સ્ટેન્ડથી ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી તરફ જતા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવાથી હોવાથી વૈકલ્પિક રસ્તા તરીકે શાક માર્કેટ, ગુરૂદ્વારા સર્કલ, શાસ્ત્રી મેદાન, વ્યાયામશાળા, લોટીયા ભાગોળ થઈને જઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...