તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમૂલની ચૂંટણી સહકારી સિદ્વાંતો પર યોજાવી જોઈએ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષોના નેજા હેઠળ ચૂંટણી યોજાઈ નથી

આણંદ અમુલડેરીના નિયમાક મંડળના રણજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાના પશુપાલકોથી સંસ્થા ચાલે છે. આજે પણ 90 ટકા પશુપાલકો પાસે પણ એક બે ભેંસો કે ગાયો રાખે છે. તેઓને દુધના ભાવ સારા મળે તેવી ઇચ્છા હોય છે. ત્યારે સહકારી આગેવાન ત્રિભુવન દાસ પટેલના સિદ્વાંત સાથે અમુલની ચુંટણી યોજાવી જોઈએ. રાજકીય પક્ષો પ્રમાણેની સર્વે પક્ષીય સિદ્વાંત પ્રમાણે ચુંટણી યોજાવી જોઈએ જેમાં પશુ પાલકોનું હિત છે.

આ જિલ્લાના દુધ ઉત્પાદક આગેવાન તરીકે રણજીતભાઈએ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોની ઇચ્છા પ્રમાણે ચુંટણી નહી કરવાની પરંતુ સર્વ પક્ષીય સિદ્વાંતો પ્રમાણે જ હોવી જોઈએ અત્યાર સુધી ક્યારે પણ રાજકીય પક્ષો પ્રમાણે ચુંટણી યોજાઈ નથી. સર્વપક્ષીય સિદ્વાંત પ્રમાણે ચુંટણી થાય છે. પશુપાલકોના હીતમાં રાજકીય દખલગીરી વગર ચૂંટણી થવી જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...